ભરૂચ જીલ્લામાં 483 ગ્રામ પંચાયતો અને 20 પંચાયતોની પેટા ચૂંટણીઓ યોજવામાં આવશે. આ ચૂંટણીઓ અંગે તા.4/12/21 સુધી ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરી શકશે. જયારે તા.6/12/21 ના રોજ એટલે કે સોમવારના રોજ ઉમેદવારી પત્રકોની ચકાસણી કરવમાં આવશે. હાલ તો તા.4/12/21 સુધી પંચાયતી ચૂંટણી અંગે ઉમેદવારો ઉમેદવારી પત્રકો ભરી શકશે. તેથી ભરૂચ જીલ્લામાં યોજાનાર 483 ગ્રામ પંચાયતોની અને 20 પંચાયતોની પેટા ચૂંટણી અંગે રાજકીય ગરમાવો જણાય રહ્યો છે.
ભરૂચ મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત ઉપર વિવિધ ગ્રામ પંચાયતના સરપંચ પદ અને સભ્ય પદ માટે ઉમેદવારીના ફોર્મ ભરવા લોકો ભેગા થયા હતા. પરિણામે સમગ્ર ભરૂચ જીલ્લામાં પંચાયતી રાજકીય પરિસ્થિતિની ચહલપહલ ખૂબ વધી ગઈ છે. દરેક ગામમાં રાજકીય ભાગલા સ્પષ્ટપણે જણાય રહ્યા છે. જોકે આવતીકાલે તા.4/12/21 ના રોજ પણ ઉમેદવારી પત્રક ભરી શકાય એમ હોવાથી અંતિમ દિવસે ઉમેદવારી પત્રકો અંગેનું ચિત્ર વધુ સ્પષ્ટ થશે. હાલ તો સમગ્ર ભરૂચ જીલ્લામાં પંચાયતી ચૂંટણી અત્યંત રસાકસી ભરેલ સાબિત થાય તેમ જણાય રહ્યું છે.
ભરૂચ : ઉમેદવારી પત્રકો ભરવાના અંગેના અંતિમ દિવસ નજીક તેમ-તેમ રાજકીય ઉત્તેજનાઓ વધી.
Advertisement