ભારતના ચૂંટણી પંચ દ્વારા ૧૮-૧૯ વયજુથના વધુમાં વધુ નાગરિકો મતદાર તરીકે નોંધણી કરે તે માટે મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્ર્મ – ૨૦૨૨ તા.૦૧/૧૨/૨૦૨૧ થી તા.૦૫/૧૨/૨૦૨૧ સુધી લંબાવવામાં આવેલ છે.
ભરૂચ જિલ્લામાં અત્યાર સુધીમાં ફોર્મ નં.૬-૩૧૧૧૦, ફોર્મ નં.૭-૮૫૦૮, ફોર્મ નં.૮-૯૯૧૯ અને ફોર્મ નં.૮ક-૨૬૫૮ મળેલ છે. જિલ્લામાં આ સમયગાળા દરમ્યાન બુથ લેવલ ઓફિસરો પાસે નાગરિકોના ઘેર-ઘેર મુલાકાત કરાવી ૧૮-૧૯ વયજુથના કે તે સિવાયના વયજુથના મતદાર તરીકે નોંધણી કરાવેલ ન હોય તેવા નાગરિકોના ફોર્મ નં.૬ મેળવવા તથા મૃત્યુ પામેલ મતદારોના ફોર્મ નં.૭ મેળવવા ઘનિષ્ઠ પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે. જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી બાકી લાયક નાગરિકોને બુથ લેવલ ઓફિસરો પાસે અથવા ઓનલાઈન પ્લેટફોર્મ nvsp.in, વોટર હેલ્પલાઈન એપ્લિકેશન તથા વોટર પોર્ટલના માધ્યમથી ફોર્મ ભરવા અપીલ કરવામાં આવી છે.