વાલિયા તાલુકાનાં વટારિયા ગામ નજીક આવેલ યુપીએલ યુનિવર્સિટી ઑફ સસ્ટેનેબલ ટેક્નૉલૉજી વિદ્યાર્થીઓ સાથે અધ્યાપકોને વૈશ્વિક સ્તરનું શૈક્ષણિક પ્લેટફોર્મ પૂર પડે છે. વાલિયા, નેત્રંગ અને ડેડીયાપાડા સહિતના અંતરિયાળ ગામોના વિદ્યાર્થીઓને શિક્ષણનું ભાથું પીરસી રહી છે ત્યારે યુપીએલ યુનિવર્સિટી ઑફ સસ્ટેનેબલ ટેક્નૉલૉજી દ્વારા ગતરોજ રોજ પ્રોફેસર શ્રીકાંત જે.વાઘ, ડૉ. ઓમપ્રકાશ મહાદવાડ, ડૉ. શ્રીરંગ જોષી અને પ્રો. પદ્મ દેવરાજનની ઉપસ્થિતિમાં મુંબઈની ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેક્નોલૉજીના વાઇસ ચાન્સેલર, પ્રોફેસર એ.બી. પંડિત, યુપીએલ યુનિવર્સિટી ઑફ સસ્ટેનેબલ ટેક્નૉલૉજીના પ્રમુખ અશોક પંજવાણી દ્વારા એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. બંને યુનિવર્સિટી વચ્ચે એ.ઑ.યુ થયા બાદ બંને યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઓના આદાન-પ્રદાન સુવિધાઓનું પરસ્પર સહિત અભ્યાસક્રમ ડિઝાઇન, લેબોરેટરી સુવિધાઓ તેમજ યુજી, પીજીના પ્રોજેક્ટસ શરૂ કરશે.
વાલિયાના વટારિયા પાસે આવેલ યુપીએલ યુનિવર્સિટી ઑફ સસ્ટેનેબલ ટેક્નૉલૉજી અને મુંબઈ સ્થિત ICT વચ્ચે શૈક્ષણિક એમઓયુ કરાયા.
Advertisement