આગામી તા.19 મી ડિસેમ્બરના રોજ જિલ્લાઓમાં ગ્રામ પંચાયત મતદાન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ચૂંટણી અધિકારીઓએ કેટલાક સરકાર દ્વારા રજૂ કરાયેલ નિયમોનું પાલન કરવું આવશ્યક છે. સમગ્ર ભરૂચ જીલ્લામાં ચૂંટણી અધિકારીઓની કચેરીની 100 મીયરના વિસ્તારમાં ઉમેદવાર/ઉમેદવારી પત્ર રજૂ કરનાર સહિત વધુમાં વધુ પાંચ વ્યક્તિઓ તથા વધુમાં વધુ ત્રણ વાહનો પ્રવેશ કરી શકશે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લાઉડ સ્પીકર બેફામ અને મનસ્વી રીતે વગાડવા ઉપર પ્રતિબદ્ધ રહેશે.
ભરૂચ જીલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી અનુલક્ષીને ધાર્મિક સ્થળોનો ચૂંટણીલક્ષી પ્રચાર માટે ઉપયોગ ન થાય તે માટે નિયંત્રણ મૂકવામાં આવશે. જિલ્લાના ગ્રામ પંચાયતના ચૂંટણીવાળા વિસ્તારમાં જાહેર રસ્તાઓ પર 10 થી વધુ વાહનોન કાફલામાં મોટરકાર અન્ય વાહનો ઉપર અવરજવર કરવા દેવામાં આવશે નહિ. જીલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી અનુલક્ષીને જીલ્લામાં આવેલ તમામ હથિયાર પરવાનેદારોને સાથે હરવા ફરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે. ચૂંટણી પ્રચાર દરમિયાન ઉપયોગમાં લેવામાં આવતા વાહનો ઉપર દેખરેખ રાખવા અને ઉમેદવારના પ્રચાર માટે વપરાતા વાહનોના ખર્ચ યોગ્ય રીતે જાહેર થાય તે અંગેના હુકમો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યા હતા.
તા.22/11/21 થી રાજયની તમામ ગ્રામ પંચાયતોની સામાન્ય /વિભાજન / મધ્યસત્ર/પેટા ચૂંટણી-2021 નો કાર્યક્રમ જાહેર કરેલ છે અને તે મુજબ મતદાન તા.19/12/21 તેમજ મત ગણતરી તા.21/12/21 ના રોજ નક્કી કરવામાં આવેલ છે. ચૂંટણી પ્રચાર અભિયાનરૂપે રાજકીય/બિન રાજકીયપક્ષના ઉમેદવાર /કાર્યકરો તરફથી ચૂંટણી પ્રચાર કરવામાં આવતો હોય છે તે દરમિયાન ઉપયોગમાં લેવાતા વાહનો ઉપર દેખરેખ રાખવા અને ઉમેદવાર પ્રચાર માટે વપરાતા વાહનોના ખર્ચ યોગ્ય રીતે જાહેર કરવા સત્તા રૂએ હુકમ કરેલ છે. આ હુકમનું ઉલ્લંઘન કરનાર ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.