રાજ્યના નેશનલ હાઇવે ઉપર અકસ્માતની ઘટનાઓ સતત બનતી હોય છે, જેમાં પણ ખાસ કરી વડોદરા અને સુરત વચ્ચે અકસ્માતની ઘટનાઓ રોજબરોજ સામે આવતી હોય છે, ગત રાત્રીના સમયે પણ વધુ એક ઘટના સામે આવી હતી જેમાં એક કન્ટેનર અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
હાઇવે ઉપર રાત્રીના સમયે સર્જાયેલ અકસ્માતના પગલે એક સમયે વાહનોની લાંબી લાંબી કતારો જામી હતી, જોકે સદનસીબે અકસ્માતની સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની ન થતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો, મહત્વની બાબત છે કે રાત્રીના સમયે ભરૂચના હાઇવે ઉપર ગામડાના પાટિયા પાસે પણ અનેક વાહન ચાલકો પુરપાટ જતા નજરે પડે છે જેમાં કેટલાય બનાવોમાં રસ્તો ક્રોસ કરતા રાહદારીઓના પણ અડફેટે આવતા મોત નિપજતા હોવાની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે ત્યારે ટ્રાફિક પોલીસે પણ રાત્રી પેટ્રોલિંગ હાઇવે ઉપર વધારી દઈ આ પ્રકારે પુરપાટ ઝડપે દોડતા વાહનોના ચાલકો ઉપર લગામ લગાવવી જરૂરી જણાય છે.
ભરૂચ ને.હા ૪૮ પાલેજ નજીક કન્ટેનર અને ઇકો કાર વચ્ચે અકસ્માત, પાંચ લોકોનો આબાદ બચાવ.
Advertisement