Audax india randonneurs (FRANCE) દ્વારા સુરત ખાતે યોજાયેલા 200 KM. BRM(BREVETS DE RANDONNEUR MONDIAUX) સાયક્લિંગ ઈવેન્ટમાં ભરૂચ જિલ્લાના 2 સાઇક્લિસ્ટ અંકલેશ્વરના નિલેશ ચૌહાણ અને ભરૂચનાં શ્વેતા વ્યાસ ભાગ લઈને સફળતા પૂર્વક 200 KM સાયક્લિંગ પૂર્ણ કર્યુ હતું.
BMR સાયક્લિંગનાં નિતી નિયમો આંતરરાષ્ટ્રીય સ્તરે એક જ હોય છે જે દરેક સાયક્લિસ્ટે ફરજીયાત તેનું પાલન કરવું પડે છે. જેમાં ભાગ લેનારા સાયક્લિસ્ટે કોઈ પણ પ્રકારની સહાય વગર સાયક્લિંગ કરવાનું હોય છે. સાયકલમાં કોઇ પણ પ્રકારની ખામી સર્જાતા સાયક્લિસ્ટે જાતે જ દુર કરવી પડે છે અને 200 KM સાયક્લિંગ ટોટલ 13.5 કલાકમાં એમના રોડ મેપ મુજબ જ પૂણૅ કરવું પડે છે. જે ભરૂચનાં બંન્ને સાયક્લિસ્ટે 10 કલાક 50 મિનિટમાં સફળતા પૂર્વક પૂણૅ કરેલ હતું.
1. શ્વેતા વ્યાસે સાયક્લિંગ દ્વારા 2 વર્ષમાં 30 Kg વજન ઓછું કર્યું છે તથા
2. નિલેશ ચૌહાણે સાયક્લિંગ દ્વારા કમરનો અસહ્ય દુઃખાવો દુર કર્યો છે.
આ બંને સાયક્લિસ્ટનો મુખ્ય હેતુ લોકોની સાયક્લિંગ પ્રત્યે જાગૃતતા વધે લોકો સ્વસ્થ જીવન મેળવે તે માટે સતત કાર્યરત રહે છે.
ભરૂચ જિલ્લાનાં 2 સાઇક્લિસ્ટ આંતરરાષ્ટ્રીય સ્તર પર આયોજીત સાયક્લિંગ ઈવેન્ટમાં ભાગ લીધો.
Advertisement