Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચના કોવિડ સ્મશાન ખાતે ૪૫ દીવસ બાદ ફરી કોવિડ પ્રોટોકોલને આધીન મૃતકને અપાયા અગ્નિદાહ.

Share

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસનો કહેર હજુ પણ યથાવત છે, દેશમાં પ્રથમ અને બીજી લહેરના તાંડવમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા, કોરોના સામે લડત આપતી વેકશીન આવ્યા બાદ કોરોનાનો કહેર ઠંડો પડ્યો હતો પરંતુ હજુ પણ ત્રીજી લહેરની આશંકાઓ વચ્ચે કોરોનાના કેસો થમવાનું નામ નથી લઇ રહ્યા તેવામાં આજે વધુ એક દર્દીએ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન દમ તોડતા તેઓને કોવિડ પ્રોટોકોલ આધીન અગ્નિદાહ અપાયા હતા.

ભરૂચ, અંકલેશ્વર વચ્ચે આવેલ કોવિડ સ્મશાન ખાતે આજે ૪૫ દીવસ બાદ વધુ એક મૃતકને અગ્નિદાહ આપવામાં આવ્યા હતા, ભરૂચના રેવાબા ટાઉનશીપમાં રહેતા ૭૩ વર્ષીય ચંદ્ર કિશોર દામજીભાઈ ભાનુશાળીનુ આજે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જેઓના મૃતદેહને આજે સવારે કોવિડ પ્રોટોકોલ આધીન કોવિડ સ્મશાનમાં અગ્નિદાહ આપવામાં આવ્યા હતા.

મહત્વની બાબત છે કે ૭૩ વર્ષીય ચંદ્ર કિશોરભાઈએ કોરોના વેકશીનના બંને ડોઝ મુકાવ્યા હતા છતાં કોરોનામાં તેઓનું મોત નિપજ્યા હોવાની આ ઘટના પ્રકાશમાં આવતા તેઓના પરિવારજનોમાં શોકનું મોજું પ્રવર્તી જવા પામ્યું હતું.

Advertisement

Share

Related posts

વાઇપર સાપ પકડાતા ભયનો માહોલ સર્જાયો જાણો ક્યાં…???

ProudOfGujarat

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 124 મું અંગદાન, બે કિડની અને એક લીવરનું દાન

ProudOfGujarat

મહેસાણા જિલ્લાના બેચરાજીમાં નકલી માર્કશીટ બનાવતા 2 ઇસમોની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!