Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં કોવિડ-૧૯ નું રસીકરણનું મહાઝૂંબેશ યોજાયું.

Share

સરકાર દ્વારા કોવિડ-૧૯ મહામારી અન્વયે રસીકરણ કાર્યક્રમ હાલ ચાલુ છે જે અન્વયે ભરૂચ જિલ્લાના તમામ તાલુકામાં આ કાર્યક્રમ અંતર્ગત કલેકટર તુષાભાઇ સુમેરા અને જિલ્લા વિકાસ અધિકારી યોગશભાઇ ચૈાધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લના નેત્રંગ તાલુકામાં કુલ-૨૩ રસીકરણ કેન્દ્રો ખાતે કોવિડ-૧૯ વેકસીનેશનના ડોઝ આપવાનું આયોજન કરેલ છે. જેના ભાગરૂપે નેત્રંગ તાલુકાના ૨૩ રસીકરણ કેન્દ્રો ખાતે સાંજના ૪.૦૦ વાગ્યા સુધીમાં ૨૫૩૭ વેકસીનેશનના ડોઝ અપઇ ગયા છે. તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા.જે.એસ.દુલેરાએ જણાવ્યું હતું.

આજરોજ આરોગ્ય વિભાગ દ્વારા નેત્રંગ તાલુકામાં ૨૩ જેટલા વિકસીનેશન સેન્ટરો ઉભા કરી રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મોબાઇલ ટીમો દ્વારા પણ નેત્રંગ તાલુકામાં રહેતા લોકોને ડોઝ મળી રહે તેવુ આયોજન કરવામાં આવ્યુ હતું. વધુમાં યુવા અનસ્ટોબલ સંસ્થા દ્વારા પ્રથમ અને બીજા ડોઝ લેનાર લાભાર્થીઓને ૧ લીટર તેલ આપવામાં આવ્યું હતું તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ ઉમેર્યું હતું.

Advertisement

Share

Related posts

રાજ્યમાં આજથી ફરી ગાજવીજ સાથે વરસાદની આગાહી, ખેડુતોની ચિંતામાં વધારો

ProudOfGujarat

વિશેષ અહેવાલ આજે 2 ઓક્ટોબર મહાત્મા ગાંધી ની 150 જન્મજયંતિ વિરમગામ સાથે મહાત્મા ગાંઘીજી

ProudOfGujarat

79 વર્ષના થયા બિગ બી : આખા દેશે પાઠવી જન્મદિવસની શુભેચ્છાઓ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!