Proud of Gujarat
FeaturedGujaratINDIA

થી અલખધામ બ્રાહ્મીક ગાયત્રી મંદિર ઝાડેશ્વર, ભરુચ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

Share

સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરુચ, સામાજિક વનીકરણ ભરુચ, પ.પૂ સદગુરુ અલખગીરીજી મહારાજ તથા શ્રી મહંત માતા શિવાનંદગીરીના સાન્નિધ્યમાં તથા પટેલ પરિવહન ના જિગ્નેશભાઇ અને વિકાસ સ્ટેશનરી ના ભરતભાઈ ના સહયોગ થી અલખધામ બ્રાહ્મીક ગાયત્રી મંદિર ઝાડેશ્વર, ભરુચ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાંં સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરુચના ફાઉન્ડર હેમાબેન પટેલ, પ્રમુખ બિનાબેન શાહ તથા સભ્યો, સામાજિક વનીકરણ ભરુચ ના રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી અરવિંદભાઇ પટેલ અને તેમની ટીમ, ગાયત્રી પરિવાર ના સભ્ય સતિષભાઇ ચતુર્વેદી અને પરિવારજનો તથા એન રીવાઇવ ગ્રુપના સભ્યોએ હાજર રહી વૃક્ષારોપણ કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રકૃતિ પ્રેમી અને પર્યાવરણ ની સંરક્ષણ,સંવર્ધન અને વિકાસ માટે સતતપણે જાગૃત એવા શ્રી નરેન્દ્રભાઈ એમ પટેલ નો તથા પ્રકાશ પટેલ નો ભગીરથ પ્રયત્ન રહ્યો હતો.

ko

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાના અસાથી માલસર વચ્ચેના પુલથી વડોદરા જવાનું અંતર ઘટશે…જાણો.

ProudOfGujarat

જામનગર – દેવભૂમિ દ્વારકા ના સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમને વિવિધ સમાજ દ્વારા મળી રહ્યું છે પ્રચંડ જનસમર્થન.

ProudOfGujarat

મહેસાણામાં પતંગ લુંટવા જતા બાળક કૂવામાં પડતાં મોત નીપજયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!