Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં પ્રિતમ નગર પાસે આવેલ રચના પાર્ક સોસાયટીના એક મકાનમાં આગથી દોડધામ, ત્રણ વ્યક્તિઓનો આબાદ બચાવ.

Share

ભરૂચ જીલ્લામાં આવેલ પ્રિતમ નગર પાસે આવેલ રચના પાર્ક સોસાયટીમાં નજીવી આગને કારણે મકાનમાં આગ લાગી ગઈ હતી. જેની જાણ રહેણાક લોકોને થતાં વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. જોકે ઘરની અંદર રહેલા ત્રણ જેટલા સભ્યોનો બચાવ કરી લેવામાં આવ્યો હતો. ફાયરબ્રિગેડને ઘટનાની જાણ થતાં તેઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો હતો.

બનાવ અંગે મળતી માહિતી અનુસાર, ભરૂચ પંથકમાં આવેલ રચના પાર્ક સોસયાટીમાં આજરોજ સવારના સમયે રહેણાક મકાનમાં રોજની જેમ પરિવારનાં સદસ્યએ ઘરે દીવો સળગાવ્યા બાદ પોતાના કામે લાગ્યા હતા જે બાદ દિવાની આગ એકાએક વિકરાળ સ્વરૂપ ધરાણ કરી લેતા ઘરની અંદર અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી જેને લઈને આસપાસના વિસ્તારના લોકો ઘટના સ્થળ પર આવી પહોચ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો અને વિસ્તારમાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી. જે બાદ જેમ તેમ કરીને ઘરના ત્રણ જેટલા સદસ્યોને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા જે બાદ ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો પરંતુ ઘરવખરી બળીને ખાખ થઈ જવા પામી હતી પણ કોઈને જાનહાનિ ન પહોચતા વિસ્તારના લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

રિધ્ધી પંચાલ : ભરુચ

Advertisement

Share

Related posts

ભરૂચ તાલુકાના સિતપોણ, પરીએજ તથા વાગરા તાલુકા સહિતના ગામમાં સીએબી બિલના વિરોધમાં મુસ્લિમ સમાજના લોકોએ વિરોધ કર્યો હતો.

ProudOfGujarat

‘ઘેર-ઘેર સંસ્કરણ’ ના સૂત્ર સાથે મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદીના ઉર્સ મેળાનો ભવ્ય પ્રારંભ.

ProudOfGujarat

મહિલાઓનું અનોખું સાહસ, સરદારથી સરદાર સુધી સ્કેટિંગ સફર ખેડયો : ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસમાં મળી શકે છે સ્થાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!