ભરૂચમાં વિદેશી દારૂ અને બિયરના વેપલા સામે પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી હતી. વિદેશી દારૂ અને બિયર ઝડપાવા અંગેના આ બનાવની વિગત જોતા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાએ આપેલ સુચના આધારે, પોલીસ ઇન્સપેક્ટર એ.કે ભરવાડ ભરૂચ શહેર એ ડીવીઝન પો.સ્ટે, તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીને આધારે ભરૂચ શહેરના રોટરી ક્લબ પાછળ આવેલ મારવાડી ટેકરા ખાતે રહેતા બુટલેગર હનિફ ઉર્ફે હન્નુ મહેમુદ દીવાનના રહેણાકના મકાન તથા એક સફેદ કલરની ફોરવ્હિલર સ્વિફ્ટ ડીઝાયર કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ બીયર ટીન નંગ -૧૨૪૩, કી.રૂ. ૩,૦૩,૯૬૦/- નો પ્રોહી મુદ્દામાલ તથા સ્વિફ્ટ કાર સહીત કુલ મુદ્દામાલ કી.રૂ. ૬,૦૪,૪૬૦ /- સાથે એક આરોપીને ઝડપી પાડેલ છે.
કબ્જે કરેલ મુદ્દામાલમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની મોટી બોટલ અને બીયર ટીન નંગ -૧૨૪૩, કી.રૂ. ૩,૦૩,૯૬૦, એક સફેદ કલરની ફોરવ્હીલર સ્વિફ્ટ ડીઝાયર કાર કી.રૂ.૩,૦૦,૦૦૦, મોબાઇલ નંગ ૦૧ કિ.રૂ.૫૦૦ મળી કુલ મુદ્દામાલ કિં.રૂ. ૬,૦૪,૪૬૦ જયારે પકડાયેલ આરોપીમાં રાજેન્દ્ર હીરાભાઇ મિસ્ત્રી રહે. રુદ્રાક્ષ રેસીડન્સી, કીમ ગામ , તા – ઓલપાડ જી – સુરત. આ બનાવ અંગે કામગીરી કરનારોઓમા પોલીસ ઇન્સપેક્ટર એ.કે.ભરવાડ અને તેમના સ્ટાફનો સમાવેશ થાય છે, વધુ તપાસ સીટી પોલીસ એ ડિવિઝન કરી રહી છે.