Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ ખાતે જાહેર ટ્રસ્ટો નોંધણી કચેરીનાં નવનિર્મિત “ચેરિટી ભવન” નું લોકાર્પણ કરાયું.

Share

ચેરિટી તંત્ર ગુજરાત રાજ્ય, જાહેર ટ્રસ્ટો નોંધણી કચેરી ભરૂચની નવનિર્મિત “ચેરિટી ભવન” નું મહેસુલ, આપત્તિ, વ્યવસ્થાપન, કાયદો અને ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીના વરદહસ્તે તકતીનું અનાવરણ કરી તેમજ રીબીન કાપીને લોકાર્પણ કરાયું હતું.

આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્યદંડક દુષ્યંતભાઈ પટેલ, સંસદસભ્ય મનસુખભાઈ વસાવા, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, જંબુસરના ધારાસભ્ય સંજયભાઈ સોલંકી, કાયદા સચિવ મિલન દવે, જિલ્લા કલેક્ટર તુષારભાઈ સુમેરા, અમદાવાદના ચેરિટી કમિશનર વાય.એમ.શુકલ ઉપસ્થિત રહ્યા હતા. આ વેળાએ નવા મકાનનું મંત્રીએ નિરીક્ષણ કર્યા બાદ ચેરિટી ભવનના પટાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું.

આ અવસરે યોજાયેલા કાર્યક્રમનું દિપપ્રજ્વલન કરી કાયદા મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, સરકારી કચેરીઓ વધુને વધુ સુવિધાયુક્ત અને આધુનિક બને તે માટે કાર્યક્ષમ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે.

ચેરિટી ભવનના નિર્માણથી લોકોપયોગી કાર્યો થાય, પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ થાય તેવી અપેક્ષા સેવી નવનિર્મિત ભવનના નિર્માણ પ્રસંગે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. મંત્રીએ ભરૂચના વકીલમિત્રો સાથેના પોતાના ભૂતકાળને વાગોળતા ચેરિટી ટ્રસ્ટ્નો ઉદ્દેશ સમજાવ્યો હતો. તેમણે લોકોના નાણાંથી ચાલતાં તમામ ધર્મસ્થાનોની નોંધણી થવી જોઈએ અને તેની કાળજી ચેરિટી કચેરીએ કરવી જોઈએ. ચેરિટીના તમામ પ્રશ્નો અંગે લોક અદાલત યોજાય અને પ્રશ્નોનું નિરાકરણ થાય તેવી વ્યવસ્થા ગોઠવવા ભારપૂર્વક જણાવી વકીલોના સહકારની અપેક્ષા સેવી હતી.

નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલે જાહેર ટ્ર્સ્ટનો નોંધણી કચેરી ભરૂચ ખાતેના નવનિર્મિત ચેરિટી ભવનના લોકાર્પણ પ્રસંગે સૌને શુભકામના પાઠવી જાહેર ટ્રસ્ટોની સમાજ જીવનમાં મહત્વની ભૂમિકા રહેતી હોય છે. તેમણે વડોદરા જિલ્લામાંથી ભરૂચ જિલ્લાનું વિભાજન થતાં જાહેર ટ્રસ્ટ નોંધણી કચેરી – ભરૂચની વિવિધ કામગીરીની વિગતે માહિતી આપી હતી.

વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ પ્રાસંગિક ઉદબોધનમાં નવનિર્મિત ચેરિટીભવંન પ્રસંગે સૌને શુભકામના પાઠવી હતી. પ્રારંભે અમદાવાદના ચેરિટી કમિશનર વાય.એમ.શુક્લએ સ્વાગત પ્રવચન કરી ચેરિટીતંત્રના ઉદ્દેશો અને કાર્યોની વિસ્તૃત માહિતી આપી હતી. અંતમાં આભારવિધિ ભરૂચના મદદનીશ ચેરિટી કમિશન ડી.બી.જોષીએ કરી હતી.

Advertisement

આ લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચૂડાસમા, પૂર્વ સાંસદ ભારતસિંહ પરમાર, જિલ્લા આગેવાન મારૂતિસિંહ અટોદરીયા, નગરપાલિકાના પ્રમુખ અમિતભાઈ ચાવડા, આગેવાન પદાધિકારીઓ, સૂરત – વડોદરા વિભાગના ચેરિટી કમિશનરઓ, જિલ્લાના વિવિધ ટ્રસ્ટોના ટ્રસ્ટીઓ, સાધુસંતો, વકીલ મંડળના હોદ્દેદારો, વકીલો અને ચેરિટીતંત્ર ભરૂચ કચેરીના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

ઉનાળા ની શરૂઆત પહેલાજ ભરૂચ નગર પાલિકા ખાતે પાણી વગર ના માટલા ફૂટવાની શરૂઆત….જાણો વધુ

ProudOfGujarat

ભરૂચનાં વડદલા પાસે ચાકુની ધાર પર લૂંટ કરતા ૪ શખ્સોની પોલીસે કરી અટકાયત … જાણો વધુ

ProudOfGujarat

નેત્રંગ તાલુકાના દોલતપુર ગામની સીમમાં આવેલ આર.આર. ઇન્ફો પ્રોજેકટ કંપનીના સ્ટોર રૂમમાં તસ્કરો ત્રાટકયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!