ભરૂચ નગરપાલિકાના બેજવાબદાર વહીવટના પગલે ભરૂચ નગરના વેપારીઓનું ભાવિ અંધકારમય બની ગયું છે જેથી આડકતરી રીતે નગરનો આર્થિક વિકાસ પણ થઈ શકતો નથી.
ભરૂચ નગરપાલિકા કારણે 1200 થી વધુ વેપારીઓનું ભાવિ જોખમમાં મુકાયું છે. આ અંગે વિગતે જોતા હાલમાં ભરૂચના NRI માર્કેટ જોખમમાં મુકાયું છે જેમ કે ફાટાતળાવથી કતોપોર જવાનો રસ્તો બિસ્માર હોય અને માર્ગ પર ગટરનું ગંદુ પાણી વહી રહ્યું છે જેના કારણે વેપારીઓના વેપાર પર ખૂબ વિપરીત અસર પડી છે. ફાટાતળાવથી કતોપોર સુધીના રોડ રસ્તા અને ગંદકીના કારણે ઘરાકીમાં ઘટાડો જોવા મળ્યો છે. વેપારીઓના કરોડો રૂપિયાના વેપાર ધધા પર અસર પડી છે. ગંદકી અને ખરાબ રસ્તાના કારણે NIR ઘરાકીમાં પણ મોટી અસર જણાઈ રહી છે. આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં પણ સમસ્યાઓનું નિરાકરણ નહીં આવતા ટૂંક સમયમાં વેપારીઓ આંદોલન કરશે એમ જણાઈ રહ્યું છે.
Advertisement