Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચ ના ભોલાવ વિસ્તાર માં આવેલ કોલેજ પાસે ના માર્ગ ઉપર થી સવાર ના સમયે એક યુવાન ની હત્યા કરેલ હાલત માં લાશ મળી આવતા ભારે ખળભળાટ મચ્યો હતો……

Share

વહેલી સવારે ભોલાવ વિસ્તારમાં એક યુવાનની હત્યા કેમ કરવામાં આવી તેના સનસનાટી ભરેલ કારણો આવે બહાર આવે તેવી સંભાવના

આજુ બાજુ આવેલ સંખ્યા બંધ સીસીટીવી કેમેરામાં આ બનાવ અંગેનાં રહસ્યનાં દ્રશ્યો જોવા મળે તેવી સંભાવના

Advertisement

જો કે હત્યારાઓ નાશી જવામાં સફળ રહ્યા હતા તેમ છતાં નજીકની દુકાનોમાં લાગેલ સીસીટીવી કેમેરા માં દ્રશ્યો કંડારાયા હોય તેવી સંભાવના નકારી શકાતી નથી.

::-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેર ના ભોલાવ વિસ્તાર માં આવેલ કોલેજ રોડ થી તુલસીધામ તરફ જતા માર્ગ ઉપર એસ વી એમ કોલેજ નજીક થી આજ રોજ સવારે ઝાડેશ્વર વિસ્તાર ના એક ઈશમ ની હત્યા કરેલ હાલત માં લાશ મળી આવતા ભારે ખળભળાટ મચ્યો હતો ..
ભરૂચ ના ઝાડેશ્વર ચામુંડા માતા ના મંદિર ના પાછળ અરુનોદય સોસાયટી વિસ્તાર માં રહેતા એવા ૩૩ વર્ષીય કલ્પેશ ભાઈ વિઠ્ઠલ ભાઈ પટેલ નાઓ સુરત એક દુકાન માં નોકરી કરતા હોય તેઓના ઘરે થી સવાર ના સમયે સાઇકલ લઇ નીકળ્યા હતા.દરમિયાન એસ વી એમ કોલેજ રોડ પાસે થી તેઓ ની ઇજાગ્રસ્ત હાલત માં લાશ મળી આવતા ભારે ખળભળાટ સાથે પંથક માં ચકચાર મચ્યો હતો…………
લોહીલુહાણ હાલત માં રસ્તા ઉપર કલ્પેશ ભાઈ ની લાશ ને લઇ ને કોઈ એ તેઓને ઈજાઓ પહોંચાડી હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે…તો બીજી તરફ ઘટના અંગે ની જાણ કલ્પેશ ભાઈ પટેલ ના પરીવાર જનો ને કરતા પરીવાર જનો એ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા રસ્તા ઉપર લોહિયાળ અવસ્થા માં કલ્પેશ ભાઈ ની લાશ જોતા તેઓના પરીવાર જનો હેબતાઇ ગયા હતા અને  ભારે શોક માં ગરકાવ થઇ ગયો હતો………
અત્રે ઉલ્લેખનીય છે ભરૂચ માં હોળી ધુળેટી પર્વ પહેલા સવાર ના સમય થી યુવાન ની હત્યા અંગે ના સમાચાર એ ભારે ખળભળાટ મચાવ્યો હતો અને આખરે શું કારણ હોઈ શકે કલ્પેશ ભાઈ ની હત્યા નો તે અંગે ભારે ચર્ચા એ જોર પકડ્યું હતું …તો બીજી તરફ બનાવ અંગે ની જાણ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથક માં થતા પોલીસે ઘટના સ્થળ ઉપર દોડી જઇ મૃતક લાશ નો કબ્જો મેળવી લાશ ને પી એમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવા ની તજવીજ હાથ ધરી હતી….જો કે સમગ્ર બનાવ અંગે નું રહસ્ય પોલીસ તપાસ ભાર આવી શકે તેમ હાલ કહી શકાય તેમ છે………………….

Share

Related posts

ગણેશ સુગરના ચેરમેન સંદિપ માંગરોલાની રજૂઆતના પગલે આદિવાસી વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કરાયો.

ProudOfGujarat

ભરૂચ નર્મદા મૈયા બ્રિજ પરથી યુવતીએ લગાવી મોતની છલાંગ : સ્યુસાઇડ નોટમાં પ્રેમ સંબંધનો કર્યો ઉલ્લેખ, પોલીસે મામલે તપાસ આરંભી.

ProudOfGujarat

ડાંગ-વઘઇ તાલુકામાં મહત્તમ ચેકડેમો ચોમાસામાં ધોવાયા

ProudOfGujarat
error: Content is protected !!