Proud of Gujarat
GujaratFeaturedINDIA

નેત્રંગ પોલીસે કતલખાને લઇ જતાં પશુ ભરેલ ટેમ્પાને ઝડપી પાડયો.

Share

પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ પો.સ્ટેશનના પીએસઆઇ એન.જી પાંચાણી અને પો કર્મી નાઈટ પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન પાંચસીમ ગામે ખાડી ફળીયા પાસે આવતા બે અજાણ્યા ઇસમો પોલીસની સરકારી ગાડી જોઇ જગ્યા ઉપર સફેદ કલરની બોલેરો પીકપ ટેમ્પો મુકી નાશી ગયા હતાં.

પોલીસને શંકાસ્પદ જણાતા પીકઅપ ટેમ્પાની તપાસ કરતા બોલેરો પીકપ ટેમ્પા નંબર GJ-22-U-2877 જણાય આવેલ અને ટેમ્પાની પાછળ તપાસ કરતા દોરડા બાંધેલ ૨ ગાયો અને ૧ વાછરડો મળી કુલ ગૌવંશ -૦૩ કિ.રૂ.૨૫,૦૦૦/- તથા બોલેરો પીકપ ટેમ્પાની કિ.રૂ.૨,૫૦,૦૦૦/- મળી કુલ કિ. રૂ. ૨,૭૫,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો. ગેરકાયદેસર ખીચોખીચ ભરી ટુંકા દોરડા વડે હલનચલન ન થઇ શકે તે રીતે મુંગા પશુઓને બાંધેલ હોય સદર ભરેલ પશુઓ ગેરકાયદેસર કતલખાને લઇ જવાના ઇરાદે વહન કરતા જણાતા ગેરકાયદેસર પ્રવૃતિ કરનારા ઈસમો ફરાર થઈ ગયા હતા. અજાણ્યા ઇસમો વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ હતી.

Advertisement

Share

Related posts

જર્મનીમાં રજાઓ માણી રહેલી અભિનેત્રી જ્યોર્જિયા એન્ડ્રિયાએ સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરી.

ProudOfGujarat

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ, તમામ ઉમેદવારોનું ભાવિ EVM માં સીલ થયું

ProudOfGujarat

નડિયાદમાં શિક્ષકને ગઠિયાએ શિકાર બનાવી ઓનલાઇન ૫૭ હજાર ઉપાડી લીધા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!