ભરૂચ જિલ્લામાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો હોય તે પ્રકારે જિલ્લામાંથી એક બાદ એક ઝડપાઇ રહેલા નકલી ડોકટરો ઉપરથી કહી શકાય તેમ છે, કોરોના કાળ સમયથી જાણે કે પોલીસ ચોપડે અનેક નકલી ડોકટરો આવી ચુક્યા છે, જેમાં ગતરોજ વધારે એક નકલી ડોક્ટરનો સમાવેશ થયો છે.
બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરના કસક વિસ્તારમાં આવેલ અપ્સરા એપાર્ટમેન્ટમાં છેલ્લા કેટલાય વખતોથી મીરા આયુર્વેદિક ઔષધ કેન્દ્ર નામથી કેન્દ્ર ધમધમાવતા બોગસ તબીબ મોગલ મીરાશાહ મસ્તાનવી નામના મૂળ વડોદરા નાગરવાડાના એક ઇસમની આખરે પોલીસે ધરપકડ કરી છે.
મોગલ વસ્તાનવી પાસે મેડિકલ ડીગ્રી કે સર્ટી ન હોવા છતાં તે આ કેન્દ્ર ચલાવતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડી તેના કેન્દ્ર પરથી દવાનો જથ્થો મેડીકલને લગતી સાધન સામગ્રી સહિતની ૬ હજાર ઉપરાંતની વસ્તુઓ કબજે કરી સી ડિવિઝન પોલીસે તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.
હારુન પટેલ : ભરુચ