ભરૂચના વેજલપુર ખાતે આવેલ ખૂબ જ વષો જૂની શ્રી બી.એચ.મોદી વિધા મંદિર શાળા આવેલ છે. જેમા વયનિવૃત્તિના આધારે નિવૃત્ત શિક્ષકનું ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્ધારા ભવ્ય આયોજન કરી સમાજ માટે શિક્ષકનું સ્થાન ઉચ્ચ સ્થાને રહે તેવા પ્રયત્ન કરેલ. આ શુભ અવસરે ટ્રસ્ટી મુલચંદ સાહેબ, પિન્સિપાલ સાહેબ હરેન્દ્રસિંહ.એન.સિધા, શિક્ષક કાજલ મેડમ, મનસુખ સર, મુખ્ય મહેમાન, સિવિલ હોસ્પિટલના સ્ટાફ નસૅ સ્વેતા ગોહિલ તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થી અને વતૅમાન વિદ્યાર્થી હાજરી આપી યાદગાર ક્ષણ બનાવેલ.
ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્ધારા સાલ ઓઢાવી નિવૃત્ત શિક્ષકનું સન્માન કરેલ. તેમને સમાજમાં સૌથી મોટુ સન્માન હોય તો મારા શિષ્યો દ્ધારા વિદાય અપાયેલ. તેમને શિક્ષણ વિશે ચચૉ કરેલ કે જયારે શિક્ષક વિદ્યાર્થીને ભણાવે છે ત્યારે કયારેય પણ પક્ષપાત કરતા નથી તથા શિક્ષક કલાસરૂમમા ભણાવે છે ત્યારે જે વિદ્યાર્થી ભણવું છે, આગળ વધવું છે, સારુ રિઝલ્ટ મેળવવું છે, જેને સારી પોસ્ટ પર નોકરી કરવી છે, જેમને સમાજમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરવુ છે તેવા વિધાથી આપેલ જ્ઞાનને ગ્રહણ કરી સમાજમાં પાછુ આપશે. વધુમાં તેમને જણાવેલ કે તેઓને સપનામા ન વિચારેલ એવું અદભૂત સન્માન મળેલ છે. ટ્રસ્ટી સાહેબ દ્ધારા શિક્ષણનુ મહત્વ અને વિદ્યાર્થી આગળ વધે તે મુદાઓ વિશે ચર્ચા કરેલ. સ્ટાફ નસૅ દ્ધારા કોરોના મહામારીમા તેમજ શરીરની કાળજી કેવી રીતે રાખવી, પૌષ્ટિક આહાર કેવો લેવો જોઈએ વગેરે ચચૉ કરેલ. વધુમા ભૂતપૂર્વ વિદ્યાર્થીની હીના પરમાર તેઓ વકીલ છે સાથે સખી વન સ્ટૉપ સેન્ટરમાં કેસ વર્કર તરીકે કાયૅરત છે જેમને આઝાદી અમૃત મહોત્સવના અંતગર્ત સખી વન સ્ટૉપ સેન્ટરની યોજના વિશે માહિતી આપેલ, ચાઈલ્ડ લાઈન, વ્હાલી દીકરી યોજના, શિક્ષણનો અધિકાર, બાળકોના અધિકાર વિશે ચચૉ કરવામાં આવેલ તેમજ વય નિવૃત્ત કમૅચારીને સન્માન પત્ર આપી કાયૅક્રમની પૂણૉહુતિ કરેલ.
ભરૂચ : વેજલપુર ખાતે આવેલ શ્રી બી.એચ.મોદી વિદ્યા મંદિર શાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્ધારા નિવૃત્ત શિક્ષકનું સન્માન કરાયું.
Advertisement