ભરૂચ જીલ્લામાં પંચાયતની ચૂંટણીની જાહેર કરાતા જ રાજકીય ગરમાવાનું વાતાવરણ શરૂ થઈ ગયું હતું. ગતરોજ પંચાયતની ચૂંટણી અંગે જાહેરાત કરવામાં આવી હતી.
આ જાહેરાતમાં ચૂંટણી અંગેનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો જે મુજબ ભરૂચ જીલ્લામાં 483 ગ્રામપંચાયતો અને 20 પંચાયતોમાં પેટાચૂંટણી યોજાશે. કાર્યક્રમમાં તા. 29/11/21 ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. ઉમેદવારોએ ઉમેદવારી પત્રક ભરીને આપવાની છેલ્લી તા.4/12/21 તેમજ ઉમેદવારી ફોર્મની ચકાસણી તા.6/12/21 જયારે ઉમેદવારી પત્રક પરત ખેંચવાની તા.7/12/21 રાખવામાં આવેલ છે. તા.10/12/21 ના રોજ મતદાન થશે અને જ્યાં જરૂર જણાશે ત્યાં તા.20/12/21 ના રોજ મતદાન કરવામાં આવશે. તા.21/12/21 ના રોજ મત ગણતરી કરવામાં આવશે અને સમગ્ર પંચાયતમની પ્રક્રિયા તા.24/12/21 ના રોજ પૂર્ણ થશે. ભરૂચ જિલ્લાના આ ચૂંટણીના કાર્યક્રમ જાહેર થતાં જ ચૂંટણી અંગે ગરમાવો વધી ગયો છે.