– અત્યંત રસાકસીનો જંગ હોવા છતાં તંદુરસ્ત હરીફાઈના વાતાવરણમાં યુથ કોંગ્રેસની ચૂંટણી યીજાઈ.
ભરૂચ જિલ્લામાં જ્યાં ખૂબ નજીકનાં દિવસોમાં એટલે કે ડિસેમ્બર માસમાં પંચાયતી ચૂંટણીઓ યોજવાની છે તે સાથે વર્ષ 2022 માં વિધાનસભાની ચૂંટણીઓના પણ દસ્તક સંભળાઈ રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસની ચૂંટણીના પરિણામો ખૂબ મહત્વના સાબિત થશે તેમાં બે મત નથી. ભરૂચ જિલ્લમાં કોંગ્રેસની હાલની પરિસ્થિતિ જોતા યુથ કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે કોંગ્રેસ પક્ષને તેમજ લોકોને ખૂબ આશા અને અપેક્ષા હોય તે સ્વાભાવિક બાબત છે. યુથ કોંગ્રેસની ચૂંટણીની ખૂબ રસપ્રદ પક્રીયા છે જેમાં ઉમેદવારો મહિનાઓ અગાઉથી ઉમેદવારી નોંધાવે છે અને આખુ પ્રચાર તત્ર ગોઠવે છે. જાણકારોના જણાવ્યા મુજબ ઉમેદવારોની યોગ્યતાના આધારે જ યુથ કોંગ્રેસની ચૂંટણી જીતી શકાય છે. ભરૂચ જિલ્લાની યુથ કોંગ્રેસની ચૂંટણી રસાકસી ભરેલ હોવા છતાં તંદુરસ્ત વાતાવરણમાં યોજાઈ તે મહત્વની બાબત છે.
ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના પરિણામોની વિગત જોતા ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ તરીકે શકીલ અકુજી જયારે ભરૂચ વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ તરીકે આસિફ સિતપોનિયા અને અંકલેશ્વર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ પદે શરીફ કાનૂગા જયારે વાગરા વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ અફઝલ ગોડીવાલા અને જંબુસર વિધાનસભા યુથ કોંસ પ્રમુખ કેતન મકવાણા તેમજ ઝઘડીયા વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ વિપુલ વસાવાનો ભવ્ય વિજય થયો છે.