સમગ્ર ગુજરાત રાજયમાં તેમજ દેશના અન્ય વિસ્તારોમાં ખ્યાતિ પ્રાપ્ત એવા ભરૂચ તાલુકાનાં યાત્રાધામ કબીરવડનાં હોડીઘાટ કૌભાંડે ચર્ચાનો મધપૂડો છેડયો છે ત્યારે કબીરવડ જવા માટે નર્મદા નદી પાર કરવી પડે છે જે અંગે મઢીઘાટ ખાતેથી હોડીમાં સવાર થવું પડે છે. દર રવિવારે અને રજાનાં દિવસોમાં પણ કબીરવડ જવા અંગે ઘણા યાત્રાળુઓ અને પર્યટકો મોટી સંખ્યામાં આવતા હોય છે. દિપાવલી વેકેશન અને દિવાળીના તહેવારો દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં યાત્રાળુઓ ખૂબ મોટી સંખ્યામાં કબીરવડ ખાતે જતાં હોય ત્યારે કબીરવડઘાટ તંત્ર દ્વારા હરાજી કરી કોઈ એજન્સીને સોંપવામાં આવેલ નથી ત્યારે યાત્રાળુઓ અને પર્યટકો નર્મદા નદી પાર કરી કઈ રીતે કબીરવડ જતાં હશે તેવો સ્વાભાવિક પ્રશ્ન તંત્ર દ્વારા કબીરવડ અંગે દેખરેખ રાખનાર અધિકારીઓનાં મગજમાં આવવો જોઈએ પરંતુ આ પ્રશ્ન કે અન્ય બાબતો અંગે અધિકારીઓએ કોઈ તપાસ ન કરી તેના કારણ શું હોય શકે જે અંગે લોકોમાં ચર્ચા થઈ રહી છે તે અંગે કેટલાક અધિકારીઓએ અગમ્ય કારણોસર આંખઆડાકાન કાન કર્યું હોય તેવું બની શકે, અલબત આ બધી બાબતો ચર્ચાનો વિષય બની ગઈ છે.
ભરૂચ : કબીરવડ હોડીઘાટ કૌભાંડ અંગે તંત્રની જવાબદારી પણ ખરી…!! જાણો કેવી રીતે ?
Advertisement