ભરૂચના પૂર્વપટ્ટી વિસ્તારના સુપ્રસિદ્ધ યાત્રાધામ હર હંમેશા વિકાસથી વંચિત રહ્યું છે પરંતુ કબીરવડ હોળી ઘાટ જિલ્લા પંચાયતની અંદરમાં હોવા છતાં ભરૂચ તાલુકા પંચાયતની ભાજપ મહિલા સભ્યોનો પતિ ગેરકાયદેસર રીતે યાત્રિકોને ટિકિટ વેચી પોતાની બોટોમાં ઓવરલોડએ યાત્રિકોને ભરી નર્મદા નદી પાર કરાવી લાખો રૂપિયાની ઉઘરાણી કરી જિલ્લા પંચાયત સાથે છેતરપિંડી કરી રહ્યા હોવાના ચોંકાવનારા પ્રકરણમાં આખરે ભરૂચ જિલ્લા પંચાયતના ડેપ્યુટી એન્જીનીયર શાહએ કાયદેસર હોડી ઘટ ચલાવનાર સામે નબીપુર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.
ભરૂચ જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીરવડ સમગ્ર ગુજરાત વાસીઓ માટે પ્રવાસનધામ તરીકે વિકસિત થાય અને પ્રવાસીઓને સવલત મળી રહે તે માટે સરકારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી પરંતુ આજે પણ કબીરવડ વિકાસની વંચિત રહ્યું છે અને કબીરવડ હોડીઘાટ હર હંમેશા વાદ વિવાદમાં રહેતા જિલ્લા પંચાયતને પણ છેલ્લા ઘણા સમયથી લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે જેના કારણે છેલ્લા ઘણા વર્ષોથી કબીરવડનું પ્રવાસનધામ પણ વિકાસથી વંચિત રહ્યું છે ત્રણ માસ અગાઉ ભરૂચ જિલ્લા પંચાયતે હોળી ઘાટ બંધ કરાયો છે અને નવેસરથી હોડી ઘાટ માટે હરાજી પ્રક્રિયા કરવામાં આવનાર હોવાનું જાહેર કરી ટિકિટબારી ઉપર નોટિસ ફટકારી દીધી હતી.
ભરૂચ જિલ્લા પંચાયતે હોડી ઘાટ બંધ કર્યો હોવા છતાં ભરૂચ તાલુકા પંચાયતના ભાજપ મહિલા સભ્યનો પતિ અને ઝનોર ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ દિનેશ રાયસગ માછી છેલ્લા ત્રણ મહિનાથી અને તેમાં દિવાળીની મોસમમાં જિલ્લા પંચાયતને અંધારામાં રાખી કબીરવડના હોળી ગાડી ઉપર ટિકિટ બારી ઊભી કરી હજારો યાત્રીકોને ટિકિટ વેચી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા હતા અને ટિકિટનો ભાવ વધુ હોવાના કારણે એક યાત્રીકે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરવા માટે મુહીમ ઉપાડી હતી અને ટિકિટ વેચાણના સ્ટીગ વિડિયો સાથે નર્મદા નદીના મંગલેશ્વર નામ ઉપરથી ઓવરલોડેડ યાત્રિકોને બોટમાં બેસાડી સામે પાર જીવના જોખમે લઇ જવાતા હોવાના ચોંકાવનારા વીડિયો યાત્રીકે કરી સમગ્ર કૌભાંડના પર્દાફાશ કરવા માટે યાત્રીકે મીડિયાનો સહારો લીધો હતો અને મીડિયાએ પણ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરતા શનિવારની મોડી સાંજે ભરૂચ જિલ્લા પંચાયતના ડેપ્યુટી એન્જિનિયર રોનક શાહે નબીપુર પોલીસ મથકમાં ગેરકાયદેસર કબીરવડ હોડી ઘાટ ફેરવનાર દિનેશ રાયસગ માછી સામે આઈપીસીની કલમ ૨૮૨,૪૦૯,૪૧૭ મુજબ એફઆઈઆર દાખલ કરાવી હતી. ગેરકાયદેસર કબીરવડ હોડી ઘાટ ચલાવનાર દિનેશ માછી છેલ્લા ત્રણ મહિનાથી હજારો યાત્રીકોને બોટમાં ગીચોગીચ ભરી અને યાત્રિકોના જીવનું જોખમ ઊભું થાય તે રીતે ઓવરલોડએ બોર્ડમાં મુસાફરી કરાવી મંગલેશ્વર નામ અધિકારથી કબીરવડ સુધી લઈ જાય જિલ્લા પંચાયતને અંધારામાં રાખી હોડી ઘાટ ફેરવ્યો હોવાના આક્ષેપ સાથે ફરિયાદમાં લાખો રૂપિયાનું નુકસાન જિલ્લા પંચાયતને કર્યું હોવાનું પણ ઉલ્લેખ કરાયો છે ત્યારે છેતરાયેલા હજારો યાત્રિકો અને તેઓના રૂપિયા પરત કેવી રીતે મળશે તે પણ એક પ્રશ્ન લોકોમાં ચર્ચાસ્પદ બન્યો છે.
યાત્રિકો પાસેથી ૩૦-૩૫ રૂપિયાના બદલે યાત્રિક દીઠ ૯૦ વસુલી હોડી ઘાટ કાયદેસરનો હોવાનું જણાવી ટિકિટનું વેચાણ કરી યાત્રિક દીઠ રૂપિયા ૯૦ વસૂલી હજારો યાત્રિકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરાઈ હોવાના આક્ષેપોમાં હજારો યાત્રિકો સાથે છેતરપિંડી કરનાર દિનેશ માછી સામે છેતરપિંડીની આઈપીસીની કલમ ૪૨૦ ઉમેરવાની માંગ પણ સ્ટીગ વિડિયો કરનારે કરી છે યાત્રિકોએ કરેલા સ્ટિંગ વિડીયોની ફરિયાદ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ પણ આપવામાં આવી છે ત્યારે ૪૨૦ની કલમનો ઉમેરો જિલ્લા વિકાસ અધિકારી કરાવે તે જરૂરી છે.
લાકડાના વાંસમાંથી ઊભી કરેલી ટિકિટબારી ઉપર પ્લાસ્ટિકની તાડપત્રી ઢાકવામાં આવી છે અને આ ટિકિટ બારીમાં મોડી રાત્રિએ ગેરકાનૂની પ્રવૃત્તિઓ પણ ચાલતી હોવાની બૂમ ઉઠવા પામી છે ગેરકાયદેસર ટિકિટ મળી ઊભી કરી હજારો યાત્રિકોની સાથે છેતરપિંડી કરી ટિકિટ વેચાણ કરનારા તત્વોએ ઊભી કરેલી ટિકિટ બારી ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા તાત્કાલિક દૂર કરવામાં આવે તેવી માંગ પણ ગ્રામજનોએ ઉઠાવી છે.
દિવાળીના તહેવારોમાં લાખો રૂપિયાની કમાણી કરનાર દિનેશ માછી ગેરકાયદેસર હોડી ઘાટ ચલાવી રહ્યા હોવાનો પર્દાફાશ થતા નર્મદા નદીમાં માછીમારી કરતા માછીમારોએ પણ દિનેશ માછી સામે ભારે આક્રોશ વ્યક્ત પણ કર્યો હતો પોતે કાયદેસરનો હોડી ઘાટ ચલાવી રહ્યા હોવાનો રોફ જાડી બિન્દાસ ટિકિટ બારી ચલાવી રહ્યા હતા અને લાખો રૂપિયાની કમાણી પણ કરી લીધી ત્યારે પૂર્વ પટ્ટીના તમામ ગ્રામજનોને ઉલ્લુ બનાવી ગેરકાયદેસર જિલ્લા પંચાયતનો હોડી ઘાટ ચલાવનાર સામે ગુનો દાખલ થતાં માછીમારોમાં પણ કુતૂહલ સર્જાયું છે.
માછી સમાજમાં પ્રમુખ પદ પર હોવા છતાં કૌભાંડો આચરવામાં માહિર દિનેશ માછી સામે નબીપુર પોલીસ મથકમાં ગુનો દાખલ થયો છે અને તેણે માત્ર માછી સમાજને નહીં પરંતુ સમગ્ર ગુજરાતની હજારો યાત્રિકોને છેતર્યા હોવાનો વિસ્ફોટ થવા પામ્યો છે જે હજારો યાત્રીકોને છેતરી શકતા હોય તો તે સમાજને ન છેતરી શકે..?
હારુન પટેલ : ભરૂચ