Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગુજરાત રાજ્ય સ્તરનાં આમ પાર્ટીનાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ સબજેલ ખાતે સંદીપસિંહ માંગરોલાની મુલાકાત લીધી.

Share

સહકારી અને કોંગ્રેસના નેતા એવા સંદીપસિંહ માંગરોલાની આજરોજ ગુજરાત પ્રદેશ આમ પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ સબજેલ ખાતે મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમિયાન તેમણે સંદીપસિંહ માંગરોલાને યોગ્ય સાંત્વના આપી હોય એમ મનાય રહ્યું છે ત્યારે બીજી બાજુ રાજકીય કિન્નાખોરીથી કોંગ્રેસનાં આગેવાન સંદીપસિંહ માંગરોલા સામે લેવાય રહેલ પગલાં અંગે આમ પાર્ટીના રાજ્ય સ્તરના પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ વખોડી નાંખ્યું હતું. સહકારી ક્ષેત્રમાં રાજકારણ ન હોવું જોઈએ એવું તેમણે સ્પષ્ટ અભિપ્રાય આપ્યો હતો તો બીજી બાજુ આજે ભરૂચ ખાતે યોજાયેલ કોંગ્રેસનાં જન જાગરણ અભિયાન તેમજ સભ્ય નોંધણી જુંબેશમાં જયારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રભારી અને રાજસ્થાન સહકારનાં આરોગ્ય મંત્રી રધુ શર્મા ઉપસ્થિત હતા ત્યારે કોંગ્રેસનાં રાજ્ય સ્તરનાં નેતા પરેશ ધાનાનીએ સંદીપસિંહ માંગરોલાને યાદ કર્યા હતા તેમજ તેમની સાથે થતી રાજકીય કિન્નાખોરીને વખોડી કાઢી હતી.

Advertisement

Share

Related posts

ભરુચ જીલ્લાના વાલીયા તાલુકાનાં હીરાપોર ગામનાં બુટલેગરના ઘરની અડાળી પરથી વિદેશી દારૂ વાલીયા પોલીસે ઝડપી લીધો હતો.

ProudOfGujarat

નર્મદા જિલ્લાના દેડીયાપાડાથી રાજ્યના વાંસ આધારિત ૪ કૌશલ્યવર્ધન કેન્દ્રોનું ઈ-લોકાર્પણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં પોષણ પખવાડિયા અંતર્ગત મીલેટ મેળાનું આયોજન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!