Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ પંડિત ઓમકારનાથ ઠાકોર હૉલ ખાતે કોંગ્રેસનો જન જાગરણ અભિયાન કાર્યક્રમ યોજાયો.

Share

પંડિત ઓમકારનાથ ઠાકોર હૉલ ખાતે કોંગ્રેસનો જન જાગરણ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે રેલવે સ્ટેશન નજીક આવેલા ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા તેમજ વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ પુષ્પગુચ્છ અર્પણ કર્યા હતા.

ત્યારબાદ ABC ચોકડીથી રેલી સ્વરૂપે કોંગી આગેવાનો પંડિત ઓમકારનાથ ઠાકોર હૉલ ખાતે પહોંચ્યા હતા. ત્યાં ગુજરાત પ્રદેશ પ્રભારી રઘુ શર્મા, વિપક્ષી નેતા પરેશ ધાનાણી તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ હાજરજનોને સંબોધિત કર્યા હતા.

મીડિયા સમક્ષ નિવેદનમાં ગુજરાત પ્રદેશ પ્રભારી રઘુ શર્મા એ જણાવ્યું હતુ કે સમગ્ર દેશમાં કોંગ્રેસ દ્વારા સદસ્ય ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગુજરાતના વધુમાં વધુ લોકો કોંગ્રેસમાં જોડાય એ અમારો ધ્યેય છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે બુથ લેવલથી સ્ટેટ લેવલ સુધી કોંગ્રેસનું સંગઠન મજબૂત બને એ માટે અમે આવ્યા છે. તા. ૧૪ થી ૨૮ નવેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં જન જાગરણ અભિયાન કાર્યક્રમ હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે દેશના લોકોની જે સમસ્યાઓ છે એને ઉજાગર કરવાની અને લોકોની જે તકલીફો છે એમનો અવાજ બનવાનું કામ કોંગ્રેસે કરવાનું છે. ખેડૂત આંદોલન ચાલી રહ્યું હતું, ખેડૂતોને કૃષિ કાયદા મંજુર નથી જે સરકારે આજે પરત ખેંચવાનો નિર્ણય લીધો છે.

વિપક્ષી નેતા પરેશ ધાનાણી એ પણ સરકાર પર આકરા પ્રહારો કરી ભાજપ સરકારને આડે લીધા હતા. ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ત્રણ કૃષિ કાયદા મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓને ફાયદા કરાવવાના સરકાર પર આક્ષેપ કર્યા હતા. દેશના લાખો કરોડો ખેડૂતો રસ્તા પર ઉતરી કાળા કાયદા સામે વિરોધ કર્યો છે. પરંતુ ભાજપની જીદના કારણે કાળા કાયદાના અમલની શરૂઆતના પણ આક્ષેપો કર્યા હતા. ખેડૂતોએ શહાદત વ્હોરી છે. ખેડુતો મક્કમ હોવાના કારણે ખેડૂતોની જીત થઈ હોવાનું જણાવ્યું હતું. આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

અંક્લેશ્વર નવસર્જન બેંક ને સહકારી ક્ષેત્રનો CASA એવોર્ડ…

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના હિંગોરીયા ગામે ફટાકડા ફોડવા બાબતે થયેલ ઝઘડામાં ૧૦ ઇસમો સામે ફરિયાદ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તેમજ મહામંત્રીની શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નો અંગે કરાઇ રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!