Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : ધી પાલેજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિધવા મહિલાઓને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનું વિતરણ કરાયું.

Share

ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે કાર્યરત સેવાભાવી ધી પાલેજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિધવા માતા બહેનોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. પાલેજ નગરના લીમડા શેરી ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ સતત ૧૧ વર્ષથી કાર્યરત સેવાભાવી ધી પાલેજ ચેરિટેબલ ટ્રસ્ટના સેવાભાવી કાર્યો વિશે ગ્રામ પંચાયતના ઉપસરપંચ સલીમ વકીલ દ્વારા હાજરજનોને રસપ્રદ માહિતી પુરી પાડી હતી. ત્યારબાદ હાજર વિધવા માતા, બહેનોને વિવિધ ઘર વપરાશની ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે હાજર વિધવા માતા, બહેનોને ભોજન કરાવી કાર્યક્રમનું સમાપન કરાયું હતું. આયોજિત વિતરણ કાર્યક્રમમાં વિધવા માતા, બહેનો હાજર રહ્યા હતા.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

ભરૂચ : વાગરા સ્થિત બચ્ચો કા ઘર કોવિડ કેર સેન્ટર ગરીબો માટે જીવન સંજીવની સાબિત થયું…

ProudOfGujarat

માંડવીના દેવગીરી ગામે આમલી ડેમમાં હોડી પલ્ટી જતા મૃત્યુ પામેલ પરિવારજનોને ૪ લાખનું વળતર આપવાની ઉમરપાડા કોંગ્રેસે કરી માંગણી.

ProudOfGujarat

જુગારના રોકડા રૂપિયા ૯૯૮૨૦/- તથા વાહન નંગ-૭ મોબાઈલ નંગ-૧૨ તેમજ જુગારના સાધનો મળી કુલ ૨૫૦૧૩૨૦/- નો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી રાજપારડી પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!