ભરૂચના સીતપોણ ગામના સબ આરોગ્ય સેન્ટર ખાતે દ્વિતિય તબક્કાનો રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો. હાલ સમગ્ર રાજ્યમાં સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોના મહામારી સામે લોકો સુરક્ષિત રહે એ હેતુસર રસીકરણના કાર્યક્રમો આયોજિત થઇ રહ્યા છે. જે અંતર્ગત સીતપોણ ગામના સબ આરોગ્ય સેન્ટર ખાતે દ્રિતિય તબક્કાનો રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો.
વહેલી સવારથી જ ગ્રામજનો ઉત્સાહ પૂર્વક રસીકરણ કાર્યક્રમમાં ભાગ લેતા જોવા મળ્યા હતા. ફરજ પરના તબીબે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે રસીકરણ કાર્યક્રમમાં અંદાજિત ૨૫૦ જેટલા લાભાર્થીઓએ લીધો હતો. રસીકરણ કાર્યક્રમમાં ગામના સરપંચ તેમજ તલાટી કમ મંત્રીએ ખડેપગે હાજર રહી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી હતી.
યાકુબ પટેલ, પાલેજ
Advertisement