ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાનાં કાંકરીયા ગામ ખાતે થયેલ ધર્માંતરણ અંગે ઝડપાયેલા ચાર આરોપીઓનાં કુટુંબીજનોની સ્થિતિ ખૂબ દયાજનક થઈ ગઈ છે. આ અંગે એક મહિલાનો વિડીયો વાયરલ થયો છે. આ વાયરલ વિડીઓની વિશ્વસનીયતા અંગે પોલીસ તપાસ કરશે..? આ વાયરલ થયેલ વિડિયોમાં મહિલા જણાવી રહી છે કે તેમણે ખૂબ માનસિક ત્રાસ અપાય રહ્યો છે. રાત્રિના સમયે ગાડીઓની હેડ લાઇટ પાડવામાં આવે છે તેમજ સમગ્ર દિવસ દરમિયાન પણ વાહનો દ્વારા આંટાફેરા મરવામાં આવે છે. આ મહિલાએ નામજોગ જણાવ્યુ છે કે આ વ્યક્તિઓએ મહિલાઓને કાપી નાંખવાની ધમકી આપી છે. આમ કાંકરીયા ગામમાં ધમકીથી ભર્યું વાતાવરણ છવાય ગયું છે. જયારે ધર્માંતરણ પ્રકરણ અંગે ચાર આરોપીઓની અટક કરવામાં આવી છે ત્યારે આવું વાતાવરણ ઊભું થતાં પોલીસ બંદોબસ્તની જરૂર ઊભી થઈ હોય તેમ લાગે છે.
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાનાં કાંકરીયા ગામ ખાતે થયેલ ધર્માંતરણ અંગે ચારે તરફ ચર્ચા ચાલી રહી છે ત્યારે ધર્માંતરણ અંગેની બીજી બાજુ સપાટી પર આવેલ છે. હિન્દુ આદિવાસીમાંથી મુસ્લિમ ધર્મ કરનાર વ્યક્તિઓનાં વીસ જેટલા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. આ તમામ વિડીયોમાં અનેક બાબતોને સાંકળી લેવામાં આવી છે. સૌ પ્રથમ તો તમામ લોકોએ એ બાબત સ્પષ્ટપણે જણાવી છે કે તેમણે કોઈ પ્રલોપન આપવામાં આવ્યું નથી પરંતુ રાજીખુશીથી તેમણે મુસ્લિમ ધર્મ અપનાવેલ છે. તેમણે વધુમાં એમ પણ જણાવેલ છે કે અમે હજીપણ તાડપત્રીનાં ઝુંપડામાં રહીએ છીએ તેમજ લાકડા કાપી જીવન ગુજારીએ છીએ.
જો અમને પ્રલોપન મળ્યું હોત તો અમે બંગલાઓમાં રહેતા હોત હાલ આમારી પાસે મજૂરી કરીને ખાવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી પરંતુ જયારે જયારે સરપંચની ચૂંટણી આવે છે ત્યારે આવા વિવાદો ઊભા થાય છે. અગાઉ પણ સરપંચની ચુંટણીમાં આ વિવાદો ઊભા થયા હતા પણ તેનું સ્વરૂપ નાનું હતું હવે તેનું સ્વરૂપ મોટું થયું છે. આ અંગે થતાં વિવિધ આક્ષેપોને મહિલાઓએ તેમજ પુરૂષોએ સ્પષ્ટ રજૂ કર્યા હતા. અને જણાવ્યુ હતું કે અમારી પરિસ્થિતી ખૂબ દયનીય છે અને અમને વિવિધ રીતે માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. આ વિડીયો વાયરલ થતાં ભરૂચ જિલ્લાનાં આમોદ તાલુકાનાં કાંકરીયા ધર્માંતરણ પ્રકરણ અંગે બીજી બાજુ સપાટી પર આવી છે તેમાં ધર્માંતરણ થયેલ તમામ લોકોએ એમ કહ્યું છે કે ઇસ્લામ ધર્મ સારો લાગતાં તેમણે અપનાવ્યો છે તેમાં કોઈએ કોઈ પ્રલોપન આપ્યું નથી.
ભરૂચ : આમોદનાં કાંકરીયા ગામે બાળકો અને મહિલાઓને થતી હેરાનગતિ : એક મહિલાનો વિડીયો થયો વાયરલ…
Advertisement