ગુજરાતમાં આજથી 3 દિવસ કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે આ આગાહી સાચી પડતી હોય તેમ આજે બપોરના એકથી બે વાગ્યાના સુમારેથી ભરૂચ પંથકમાં ચોમાસાની ઋતુની જેમ વરસાદનો આરંભ થયો હતો.
જેના પગલે ભરૂચ નગરના રસ્તાઓ પર વરસાદી પાણીનો જમાવડો જણાય રહ્યો હતો. આજે વહેલી સવારથી જ ભરૂચ પંથકમાં ગરમીનાં વાતાવરણ વચ્ચે તેમજ બફારાના પગલે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. છેલ્લા બે દિવસથી ભરૂચ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે આજે સવારના સમયે ઠંડી તેમજ ત્યારબાદ ગરમી અને વરસાદ વરસતા ત્રણ ઋતુનો સંગમ થયો હોય તેમ જણાય રહ્યું છે. આ કમોસમી વરસાદના પગલે ખેડૂતોને પારાવાર નુકસાન થતાં ખેડૂતો આર્થિક ચિંતામાં ગરકાવ થઈ ગયા છે.
Advertisement