Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

દિકરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોટા વડાળા આયોજીત તથા વૃંદાવન સોસાયટી સુરતના સહયોગથી દિકરી ચારિત્રામૃત ભાગવત કુટુંબ કથા નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યા

Share


Advertisement

 

ભાગવત કથા-રામાયણ તથા શિવપુરાણ કથા વગેરે કથાઓના તો આપને રસપાન કરીએ જ છીએ પણ દીકરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોટા વડાળા દ્વારા આયોજિત અને ગામ શહેરો અને સોસાયટીના સહયોગથી દિકરી ચારિત્રામૃત એવમ ભાગવત કુટુંબ કથાનું નવતર આયોજન કરવામાં આવી રહ્યું છે આ કથાનું પ્રયોજન કુટુંબની ભાવનાઓને એકબીજાને સાથ હૈ બાંધી રાખવા તેમજ દીકરીનું સ્થાન પરિવાર અને સાસરીયા મા લક્ષ્મી તરીકેનું રહે તે માટેની જાગૃતિ લાવવાના હેતુથી કરવામાં આવે છે

સુરતમાં વૃંદાવન સોસાયટી ડભોલી ચાર રસ્તા ખાતે તારીખ 25 2 2018 ki 28 2 2018 સુધી આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે આ ચરિત્રામૃત કથાનું સંગીતમય શૈલીમાં હરદાસબાપુ સાધુ રસપાન કરાવી રહ્યા છે આ કથામાં તારીખ ૨૭ મે 2008ના રોજ રાત્રે ૯ કલાક દીકરી જન્મોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કતારગામ વિસ્તારના કોર્પોરેટરશ્રીઓ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત પ્રખ્યાત ભાગવત કથાકાર પરમ પૂજ્ય જીગ્નેશ દાદા રાધે રાધે દીકરી ચરિતામૃત એવમ ભાગવત કથામાં પધાર્યા હતા તેમજ આશીર્વચન પાઠવ્યા હતા તથા તેમને ભૃણ હત્યા ન કરી દિકરી બચાવવાનો અનુરોધ કર્યો હતો

સંસ્થાના દક્ષિણ ગુજરાત ઝોનના પ્રમુખ શ્રી ભરતભાઈ કોટડીયાએ આ પ્રસંગને અનુરૂપ જણાવ્યું હતું કે આજનાં યાંત્રિક યુગમાં સ્ત્રી ભૃણ હત્યા જેવા રાક્ષસી કુરિવાજને કારણે દીકરીઓની ગર્ભમાં જ હત્યા કરી નાખવામાં આવે છે પરિણામે સમાજમાં સ્ત્રી પુરુષની સંખ્યામાં અસમાનતા આવી ગઈ છે નજીકના ભવિષ્ય સુધી તો સમાનતા લાવી ન કે બરાબર છે ત્યારે આપને સૌને બેટી બચાવો અભિયાનને ચળવળ બનાવી સ્ત્રીભ્રુણ ભારદ્વાજ હત્યા રોકવી પડશે

દિકરી ચરિતામૃત એવા ભાગવત કુટુંબ કથા ને સફળ બનાવવા માટે વૃંદાવન સોસાયટીના પ્રમુખ હિતેશભાઈ ગલાની પરવીન ખોખાની તેમજ તમામ કમીટી મેમ્બર અને સોસાયટી વાસીઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે


Share

Related posts

ભરૂચ : નાણાંકીય છેતરપિંડીનાં બનાવમાં ભોગ બનનારનાં રૂ.39,999 પરત મેળવી આપતી સાયબર ક્રાઇમ સેલ.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડી રાજકોટ હાઈવે પર મોડી રાત્રે એસ.ટી બસ ડીવાઈડરમાં ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો.

ProudOfGujarat

સંવિધાન બચાવો મંચ વિરમગામ દ્વારા CAA કાયદાના સમર્થનમાં વિશાળ રેલી કાઢવામાં આવી.

ProudOfGujarat
error: Content is protected !!