ભરૂચ જિલ્લા સહકારી સંઘ દ્વારા નેત્રંગની ચાસવડ ડેરી ખાતે અખિલ ભારત સહકાર સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સહકારી ક્ષેત્રના નવીનીકરણ અને રોજગારી વિષય ઉપર સેમિનાર જિલ્લા સહકારી સંઘના પ્રમુખ જયંતીભાઈ પટેલની અધ્યક્ષતામા યોજાયો હતો.
ભરૂચ જિલ્લા સહકારી સંઘ આયોજિત સેમિનારમાં ચાસવડ ડેરીના પ્રમુખ કવિભાઈ વસાવા, ઉપપ્રમુખ અરવિંદભાઈ વસાવા તથા મેનેજર સુરેશભાઈની ઉપસ્થિતિમાં અધ્યક્ષ સ્થાનેથી જયંતીભાઈ પટેલે સમયની સાથે સહકારી સંસ્થાઓના નવીનીકરણની હિમાયત કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મંત્રી રવીન્દ્રસિંહ રણા એ સહકારી સંસ્થાઓની કામગીરી વિશે માર્ગદર્શન આપ્યું હતું. તજજ્ઞ નિલેશ ચાવડાએ સહકારી ક્ષેત્રના ઉદ્દભવથી સહકારી ક્ષેત્રના વર્તમાન અંગે માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે સંઘના ડિરેકટર જગદીશ પરમારે સહકારી ક્ષેત્રના માધ્યમથી સમાજ પરિવર્તન કરી શકાય છે તેમ કહી સહકારી ક્ષેત્રથી ઉભી થતી રોજગારીની તકો વિશે માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે ડેરીના મેનેજર સુરેશભાઈએ ચાસવડ ડેરીના વિકાસની ઝાંખી કરાવી હતી.
ભરૂચ : નેત્રંગની ચાસવડ ડેરી ખાતે અખિલ ભારત સપ્તાહની ઉજવણી કરાઇ.
Advertisement