ભરૂચ ભોલાવ જિલ્લા પંચાયત બેઠક મત વિસ્તારમાં ઉમરાજ ખાતે શેરપુરાથી ઉમરાજ સુધીના નવા ડામર રોડની મંજુરી મળતા નવા રોડ બાંધકામના ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. આ ડામર રોડનું રિસર્ફેસીંગ રૂપિયા ૮૦ લાખના ખર્ચે કરવામાં આવશે. જેથી શેરપુરા, ઉમરાજ, કાસદ,મહુધલા ગામોને સરળતા રહેશે. આ વેળાએ નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય દુષ્યંતભાઇ પટેલના હસ્તે વિધિસર ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે ભોલાવ ગામના સરપંચ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન ધર્મેશભાઇ મિસ્ત્રી, ઉમરાજ પંચાયત સદસ્યો, ગ્રામપંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત ભરૂચના ભોલાવ ખાતે ગ્રામપંચાયત હદ વિસ્તારના પાર્થ નગર ખાતે નાયબ મુખ્ય દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઇ પટેલના હસ્તે રૂપિયા ૨૫ લાખના ખર્ચે નવનિર્મિત સી.સી. રોડને રિબિન કાપી ખુલ્લો મુકાયો હતો.
આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલે કહ્યું કે રાજય સરકારે હર હંમેશ પ્રજાની સુખાકારીની ચિંતા કરી તેમની પડખે રહી છે. ભરૂચ શહેરની પ્રજાને રોડ રસ્તા સહિતની સુખાકરી મળે તે હેતુસર સરકાર દ્વારા વિવિધ યોજના અંતર્ગત ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે અને આગામી દિવસોમાં વિકાસલક્ષી કામો હાથ ધરાશે તેમ તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે ભોલાવ ગામના સરપંચ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી, ભોલાવ ગ્રામ પંચાયત સદસ્યો, પાર્થનગરના રહિશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચનાં શેરપુરાથી ઉમરાજ સુધીના રોડનું ખાતમુહુર્ત તેમજ ભોલાવ ખાતે પાર્થ નગર મેઈન રોડનું લોકાર્પણ કરાયું.
Advertisement