Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચમાં તા.૧૮/૧૧/૨૦૨૧ એ કોવિડ-૧૯ રસીકરણનું મહાઝુંબેશ યોજાશે.

Share

સરકાર દ્વારા કોવિડ-૧૯ મહામારી અન્વયે રસીકરણ કાર્યક્રમ હાલ ચાલુ છે. જે અન્વયે ભરૂચ જિલ્લાના તમામ તાલુકામાં કોવિડ-૧૯ મહામારી અન્વયે રસીકરણ કાર્યક્રમ હાલ કાર્યરત છે.

ભરૂચ તાલુકામાં તા.૧૮/૧૧/૨૦૨૧ ના ગુરૂવારના રોજ કોવિડ-૧૯ રસીકરણનું મહા ઝુંબેશનારૂપે વેક્સીનેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે સુરક્ષા કવચ પુરૂ પાડવા તા.૧૮/૧૧/૨૦૨૧ ના રોજ ભરૂચ તાલુકામાં કુલ-૧૨૩ રસીકરણ સેશન ખાતે અંદાજીત ૬૨,૬૫૪ કોવિડ-૧૯ વેક્સીનેશનના ડોઝ આપવાનું આયોજન કરેલ છે. ભરૂચ તાલુકાની જિલ્લાની જનતાને કે જે લોકોની પ્રથમ ડોઝ કે બીજો ડોઝ લેવાનો બાકી તેવા તમામ લાભાર્થીઓ વધુમાં વધુ લાભ લેવા જણાવ્યું છે.

Advertisement

આ તબક્કે મેજીસ્ટ્રેટ અને કલેક્ટર તુષારભાઈ સુમેરા અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશભાઈ ચૌધરી તથા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. જે.એસ.દુલેરા દ્વારા ભરૂચ તાલુકાની સમગ્ર જનતાને અપીલ કરવામાં આવે છે કે લોકોનો પ્રથમ ડોઝ કે બીજો ડોઝ લેવાનો હોય તેવા તમામ લાભાર્થીઓ આ મહા ઝુંબેશનો લાભ લે અને સમાજને સુરક્ષિત કરવામાં સહભાગી બને એમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.


Share

Related posts

ઝઘડિયા તાલુકાના વણાકપોર ગામનું ગૌરવ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે મમતા બેનરજીના પૂતળાનું દહન કરાયું…

ProudOfGujarat

રાજપીપળાના આરબ ટેકરાની પરિણીતા સાસરિયાઓના ત્રાસથી જાતે કેરોસીન નાંખી સળગી જતા ગંભીર હાલત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!