ભરૂચ જિલ્લાના રિટાર્યડ જવાને ૧૨૭ દિવસમાં ભરૂચ જિલ્લાના દરેક ગામે ગામ જઈ બે મુદ્દા આધારિત સહી ઝૂંબેશની શરૂઆત કરશે. આ પ્રવાસ દરમ્યાન જે તે ગામના સરપંચ, વડીલો, સમાજ સેવકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને યુવાધનને મળીને સમાજમાં રહેલી બદીઓ દુર કરવા નિવૃત આર્મી જવાને એક ઝુંબેશ ઉપાડી છે. ધાર્મિક ગ્રંથો જેવા કે રામાયણ, મહાભારત, વેદ, ઉપનિષદ તેમજ ભગવત ગીતાનો અભ્યાસ પણ ગામમાં થાય તેવી વ્યવસ્થા ગોઠવવા પ્રયાસ કરશે. આ જવાનના મુખ્ય બે હેતુ છે.
સૌ પ્રથમ સંસ્કૃત ભાષાને પ્રચાર પ્રસાર અને લવ જેહાદ સામે જાગૃતિ લાવવી વીરસિહભાઈ ગોહિલ કે જે રીટાયર આર્મી જવાન છે અને ભરૂચ તાલુકાના ભુવા ગામનાં વતની છે તેઓ સંસ્કૃત ભાષાનો પ્રચાર કરી રહ્યા છે અને લવજેહાદ સામે જાગૃતિ લાવી રહ્યા છે ગામના વતની છે. તેમના જણાવ્યા મુજબ સંસ્કૃત ભાષા ભુલાતી જાય છે ત્યારે ધોરણ 1 અને ધોરણ 2 ના અભ્યાસક્રમમાં સંસ્કૃત ભાષાનો પાઠ્યક્રમમાં સમાવેશ કરવો જોઈએ અને લવ જેહાદના બનાવોને કાબુમાં લેવા લગ્ન નોંધણી સમયે માતા પિતાની હાજરી અને હસ્તાક્ષર ફરજીયાત કરવા જોઈએ.