Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં મુલદ નજીક કારમાં આગ લાગતા દોડધામ, સદનસીબે કોઈ જાનહાની નહિ.

Share

બનાવ અંગેની જાણવા મળતી માહિતી અનુસાર ભરૂચ, અંકલેશ્વર વચ્ચે આવેલ મુલદ ગામના પાટિયા પાસે ગતરાત્રીના સમયે એક કારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભારે દોડધામના દ્રશ્યો સર્જાયા હતા, જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર મામલા અંગેની ફાયર વિભાગને જાણ કરતા ફાયરના કર્મીઓએ લાય બંબા સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ આગ પર પાણીનો મારો ચલાવી તેને કાબુમાં લીધી હતી.

મહત્વની બાબત છે કે કારમાં શોર્ટસર્કિટ બાદ આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ માનવામાં આવી રહ્યું છે, જોકે કારમાં સવાર ચાલક સહીતના લોકોની સમય સુચકતાના કારણે સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી તેમજ કારને હાઇવેની સાઈડ પર લઇ જઈ તમામ સુરક્ષિત રીતે બહાર આવી ગયા બાદ આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાની માહિતી મળી રહી છે.

Advertisement

હારુન પટેલ : ભરૂચ


Share

Related posts

ગોધરા કોમર્સ કોલેજ એન એસ એસ ના વિદ્યાર્થીઓ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો બહિષ્કાર કરી પ્લાસ્ટિક મુકત કોલેજ અને યુનિવર્સિટીના નારા લગાવ્યા.

ProudOfGujarat

સાળંગપુર કષ્ટભંજનદેવ મંદિર ખાતે હોળી ઘુળેટી પર્વ નિમિત્તે ભવ્ય રંગોત્સવ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વર ની જી.આઈ.ડી.સી માં ની કમ્પની માંથી પ્રદુષિત પાણી ના નિકાલ અર્થે કરાયેલ ભૂતિયા કનેકશન શોધવાની કામગીરી માં વધુ એક ગેરકાયદેસર ના શંકાસ્પદ કનેકસન ઝડપાયુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!