Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ભરૂચ ની શ્રી કે જે પોલીટેક્નિક કોલેજ ના સમય માં ફેરફાર ને લઇ આજ રોજ રજૂઆત કરવા ગયેલા વિદ્યાર્થી ઓ અને મેનેજમેન્ટ વચ્ચે હોબાળો થયો હતો…….

Share

ભરૂચ ના નેશનલ હાઇવે ૮ ઉપર આવેલ શ્રી કે જે પોલીટેક્નિક કોલેજ ના વિદ્યાર્થીઓ એ કોલેજ ના સમય માં ફેરફાર કરવા બાબતે કોલેજ મેનેજમેન્ટ ને રજૂઆત કરતા એક સમયે ભારે હોબાળો મચ્યો હતો..કોલેજ ના વિદ્યાર્થીઓ પાસે થી જાણવા મળ્યું હતું  કે કોલેજ માં સમય માં ફેરફાર નહીં કરવામાં આવતા તેઓને તકલીફો નો સામનો કરવો પડી રહ્યો છે અને દૂર દૂર આવતા વિદ્યાર્થી ઓ ના અભ્યાસ ઉપર પણ અસર પડે છે..જેના કારણે તેઓ ને આપવામાં આવતા પ્રોજેક્ટ માં પણ તેઓ ભાગ લઇ શકતા નથી તે પ્રકાર ની સ્થિતિ ને લઇ આજ રોજ કોલેજ મેનેજમેન્ટ માં વિદ્યાર્થી ઓ એ ફરિયાદ કરી હતી.તે દરમિયાન વિદ્યાર્થી ઓ અને મેનેજમેન્ટ વચ્ચે થોડા સમય માટે હોબાળા જેવો માહોલ સર્જવવા પામ્યો હતો…….

કોલેજ મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓ ના પ્રશ્ર્નો મેં યોગ્યરીતે ન સાંભળવામાં આવતા આખરે વિદ્યાર્થીઓ ભરૂચ સી ડિવિઝન ખાતે પહોંચ્યા હતા પરન્તુ ત્યાં થી જીલ્લા શિક્ષણ અધિકારી પાસે જવાનું કહેવામાં આવતા જીલ્લા શિક્ષણ અધિકારીએ વિદ્યાર્થી ઓના પ્રશ્ર્નો ને સાંભળી સમગ્ર મામલા અંગે કોલેજ મેનેજમેન્ટ સાથે વાત ચિત કરવાની બહેદારી આપતા વિદ્યાર્થી ઓ એ હાશકારો અનુભવ્યું હતો ……..


Advertisement

Share

Related posts

અફઘાનિસ્તાન : આતંકવાદી સંગઠને ક્રેનની મદદથી વિશ્વ વિખ્યાત ‘ગજિની ગેટ’ તોડી પાડ્યો

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં વાવાઝોડા વચ્ચે કોવિડની સુવિધા ઠપ ન થાય તે માટે તંત્ર એલર્ટ !

ProudOfGujarat

નેત્રંગ તાલુકાના અલગ અલગ ત્રણ ગામો ખાતે “આત્મ નિર્ભર ગ્રામયાત્રા”નો રથ આવ્યો.

ProudOfGujarat
error: Content is protected !!