Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામે હિન્દુ ધર્મમાંથી ગેરકાયદેસર રીતે મુસ્લિમ ધર્મમાં ધર્માંતરણ કરાવવાનાં ષડયંત્ર થયો પર્દાફાશ…

Share

– ધાર્મિક કટ્ટરવાદીઓ સામે ગુનો દાખલ કરતી પોલિસ.

ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા આમોદ તાલુકાના કાંકરિયા ગામના ૧૦૦ થી વધુ હિન્દુઓને મુસ્લિમ ધર્મમાં પરીવર્તીત કરાવી ચુકયા છે ત્યારે ભરૂચ પોલીસે ધર્માતરણ અંગે મોટા કૌભાંડનો પર્દાફાશ કરતા હડકંપ મચી ગયો છે.

Advertisement

ધાર્મિક કટ્ટર સિન્ડીકેટના સભ્યો ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરીયા ગામમાં ઘણા સમયથી ધર્મના નામે ગેરકાયદેસર રીતે ધર્માતરણ કરાવવા તેમજ મુસ્લિમ કટ્ટરવાદી લોકો વિદેશમાંથી ફંડીંગ ભેગુ કરી ધર્માંતરણની અસામાજીક પ્રવૃતિ ચાલુ કરી વસાવા હિન્દુ લોકોને રોકડ રૂપિયા તેમજ અન્ય સહાયની લાલચ આપી તેઓની આર્થિક સ્થિતિ તથા તેમની અજ્ઞાનતાનો લાભ લઈ, છળકપટ કરી, હિન્દુ અને મુસ્લિમ ધર્મના લોકો વચ્ચે વયમનસ્ય ફેલાવી ગુજરાત અને દેશની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવાના આ ગુનાહિત કાવત્રામાં ભરૂચ જિલ્લાના કેટલાક મુસ્લિમ કટ્ટરવાદીઓએ વિદેશમાંથી આર્થિક સહાય મેળવી હિન્દુઓને મુસ્લિમ ધર્મ પરિવર્તન કરાવવાનુ બિડુ ઝડપી, કાંકરીયા ગામના વસાવા હિન્દુ લોકોના ૩૭ જેટલા કુટુંબોના ૧૦૦ થી વધારે લોકોને લોભ – લાલચ આપી મુસ્લિમ ધર્મ પરિવર્તન કરાવવાની અસામાજીક પ્રવૃતિ ચલાવતા હતા તેમાં અગાઉ ઉત્તરપ્રદેશ તેમજ વડોદરામાં આવા જ પ્રકારના ગુનામાં ભરૂચ જિલ્લાના નબીપુરના વતની અને હાલ લંડન રહેતા ફેફડાવાલા હાજી અબ્દુલ નાએ વિદેશમાંથી ફંડ ઉભું કરી ભારત દેશમાં ગેરકાયદેસર રીતે લાવી તે નાણાનો ગેરકાદેસર રીતે હિન્દુ લોકોને મુસ્લિમ ધર્મ પરીવર્તન કરાવવામાં ઉપયોગ કરેલ છે. આ નાણા તેઓએ કાકરીયા ગામના હિન્દુ વસાવા ભાઇ – બહેનોને મુસ્લિમ બનાવવા તેમજ હિન્દુ ધર્મ વિરૂધ્ધ નફરતના ભાવ પેદા કરી કા કરીયાના ગરીબ વસાવા ભાઇ – બહેનોને મુસ્લિમ બનાવવા આર્થિક સહાય કરવાની લાલચ આપી ધર્મ પરીવર્તન કરાવેલ છે જેના લીધે કાકરીયા ગામના જાગૃત નાગરિકે પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરીયાદ આપતા આ બાબતે પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ વડોદરાનાઓના માર્ગદર્શન હેઠળ અને ઉપરોક્ત ધર્મ પરિવર્તન કરાવવા માટેના સરકારના નિયમો જોતા તેનુ પાલન થયેલ ન હોવાનુ જણાઈ આવતા કાકરીયા ગામના જાગૃત નાગરિકની ફરીયાદ આધારે હિન્દુ લોકોને મુસ્લિમ બનાવનાર તેમજ તેમા સહાય કરતા ઈસમો વિરૂધ્ધ આમોદ પોલીસ સ્ટેશન ગુ.ર.નં- પાર્ટ બી- ૧૧૧૯૯૦૦૩૨૧૧૩૫૯ ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમની કલમ -૪ તથા ઇ.પી.કો. કલમ -૧૨૦ ( બી ), ૧૫૩ બી ( સી ), ૫૦૬ ( ૨ ) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આરોપીઓમાં (1) શબ્બીરભાઇ બેકરીવાલા રહે. આમોદ, જી. ભરૂચ (2) સમજભાઇ બેકરીવાલા રહે. આમોદ, જી. ભરૂચ (3)અબ્દુલ અઝીઝ પટેલ રહે. કાંકરીયા તા. આમોદ, જી. ભરૂચ (4) યુસુફ જીવણ પટેલ રહે. કાંકરીયા તા. આમોદ, જી. ભરૂચ (5) અયુબ બરકત પટેલ રહે. કાંકરીયા તા. આમોદ, જી. ભરૂચ (6) ઇબ્રાહીમ પુના પટેલ રહે. કાંકરીયા તા. આમોદ, જી. ભરૂચ (7) ફેફડાવાલા હાજી અબ્દુલ્લા રહે. નબીપુર, હાલ લંડન (8) હશન ટીસલી રહે. આછોદ, તા. આમોદ, જી . છે . ભરૂચ (9) ઇસ્માઇલ આછોદવાલા ઉર્ફે ડેલાવાલા ( મૌલવી ) રહે. આછોદ તા. આમોદ, જી. ભરૂચનો સમાવેશ થાય છે.


Share

Related posts

વિશ્વ સિંહ દિવસ – મુખ્યમંત્રીએ સિંહ અંગેની લાયન એન્થમ ફિલ્મનું લોન્ચિંગ કર્યું

ProudOfGujarat

ભરૂચ-અડધા શહેરમાં આજે કલાકો સુધી વીજકાપ થી લોકો હેરાન પરેશાન.

ProudOfGujarat

અમરેલીના હંગામી બસસ્ટેન્ડમાં રાત્રીના શૌચાલયને તાળા મારી દેવાતા હોવાથી મુસાફરોમાં ભારે રોષ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!