Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : પાલેજમાં કંપની દ્વારા છોડવામાં આવતા કાર્બન ડસ્ટ અંગે રહીશોએ કલેકટરને આવેદન પાઠવ્યું.

Share

પાલેજ ગામ ખાતે તાજેતરમાં કોઈ કંપની દ્વારા કાર્બન ડસ્ટ છોડવામાં આવતા ભરૂચ તાલુકાના પાલેજ ગામનાં રહીશોએ જિલ્લા કલેકટરને સંબોધીને આવેદનપત્ર પાઠવી પાલેજ સ્થિત કંપની દ્વારા છોડવામા આવતા પ્રદુષણ અંગે ઉગ્ર રજુઆત કરી કંપની સામે યોગ્ય પગલાં ભરવા માંગ કરી હતી.

પાલેજના રહીશો દ્વારા જિલ્લા કલેકટરને પાઠવાયેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ તાજેતરમાં પાલેજમાં તા. ૧૧ નવેમ્બરના રાત્રીના સમયે કાર્બન ડસ્ટ કોઈ કંપની દ્વારા છોડવામાં આવતાં સ્થાનિક રહીશોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા થયા હોવાથી જે તે બેજવાબદાર કાર્બન છોડતી કંપનીને તાત્કાલિક ધોરણે બંધ કરવા અપીલ કરવામાં આવી હતી. વધુમાં આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર પાલેજ ગામમાં કાર્બન પદાર્થ બનાવતી ફિલિપ્સ કાર્બન કંપની તેમજ ટ્યુબ ટાયરના રબર બનાવતી કંપનીઓ આવેલ છે જે વારંવાર કાર્બન પદાર્થ છોડતી હોય છે જે કાર્બન પદાર્થ પાલેજ ગામ તેમજ આસપાસના ગામોમાં રાત્રીના સમયે વાયુની દિશામાં ફેલાય છે. વહેલી સવારે ભેજના કારણે આ કાર્બન ડસ્ટ જમીન ઉપર એક કાળી ચાદર રૂપે પથરાઈ જાય છે. જેના કારણે ઘર આંગણે રહેતાં પશુ પક્ષીઓ, ઘરમાં ઊંઘતા રહીશોમાં શ્વાસોશ્વાસની ક્રિયાથી ફેફસામાં જાય છે અને જેના પરિણામે ફેફસા અને સ્વાસ્થ્યને લગતી ગંભીર અસરો ઉભી થાય છે, જેમાં ખાસ કરીને નાના બાળકો, મોટી વયના વૃદ્ધોના શરીરમાં ગયા બાદ ગંભીર અસરો ઉભી થાય છે. બીજી તરફ ખેત પેદાશો ઉપર પણ અસરો થતી જોવા મળી છે. ત્યારે વાતાવરણમાં પ્રદુષણ ફેલાવતાં અને માનવતાના દુશ્મન એવા કંપની સંચાલકો ઉપર વહેલામાં વહેલીતકે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ પર્યાવરણ અને માનવતાને થતા નુકશાનને અટકાવવામાં આવે તે અંગે કરવા અને તાત્કાલિક પગલાં ભરવા કલેકટરને સંબોધીને રાજ્ય મુખ્યમંત્રી, ગૃહરાજ્ય મંત્રી, સી.પી.સી.બી. અધિકારી, ઇ.એન.વી.આઈ.એસ., જી.પી.સી.બી. અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

યુવાન બોલ્યો સાહેબ આદિવાસી સમાજ ના કામો ગામ માં નથી થતા,મનસુખ વસાવા બોલ્યા અલ્યા ભાઇ તૂ શું કામ આવું કરે છૅ,

ProudOfGujarat

નડિયાદ : વડતાલ મંદિરમાં મહાસુદ પૂનમના રોજ દિવ્ય શાકોત્સવ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વર-પાનોલીના ઉદ્યોગો વેન્ટિલેટર ઉપર, વધુ 300 કરોડનો પ્રોડક્શન લોસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!