સામાજિક વનીકરણ વિભાગ ભરૂચના ઉપક્રમે ભરૂચ એગ્રોફ્રેડ પ્રોડ્યુસર કંપની (FPO) દ્વારા ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના પણસોલી ખાતે ખેડૂત શિબિર યોજાઈ હતી.
આ શિબિરમાં અધિકઅગ્ર મુખ્ય વનસંરક્ષક ડૉ. રામકુમાર, વનસંરક્ષક શશીકુમાર, નાયબ વનસંરક્ષક ભાવનાબેન દેસાઈ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર તેમજ ભરૂચ, અંકલેશ્વર, ઝઘડીયા, વાલીયા, જંબુસર, વાગરના FPOના સભ્યો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોએ તેમના ભાષણ અને વાર્તાલાપમાં એફપીઓના ફાયદાઓનો ઉલ્લેખ કર્યો હતો. વુડ આધારિત ઉદ્યોગો સામગ્રી ખરીદવા માટે FPO ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સનો સીધો સંપર્ક કરે, FPO ની રચના અને વન વિભાગની સુવિધા અંગેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ શિબિરમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ભાગ લીધો હતો.
Advertisement