Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનું આયોજન કરાયું.

Share

ભરૂચ જિલ્લામાં મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદારોની સુવિધા માટે ખાસ ઝુંબેશના દિવસો તરીકે તા.૧૪/૧૧/૨૦૨૧ રવિવાર, તા.૨૧/૧૧/૨૦૨૧ રવિવાર, તા.૨૭/૧૧/૨૦૨૧ શનિવાર અને તા ૨૮/૧૧/૨૦૨૧ રવિવાર નક્કી કરવામાં આવેલ છે. જે દિવસો દરમ્યાન દરેક મતદાન મથક ખાતે એટલે કે બુથ ઉપર બુથ લેવલ ઓફિસર (BLO) સવારના ૧૦:૦૦ થી સાંજના ૫:૦૦ કલાક દરમ્યાન જરૂરી ફોર્મ સાથે ઉપસ્થિત રહેશે. જ્યાથી ફોર્મ મેળવી અને જરૂરી પુરાવા સાથે પરત આપી શકાશે. આ ઉપરાંત Voter Helpline Application તથા www.nvsp.in વેબ સાઈટ પર જરૂરી પુરાવા અપલોડ કરી ઓનલાઈન ફોર્મ પણ ભરી શકાશે. ભરૂચ જિલ્લાના તમામ મતદારોને આ ઝૂંબેશનો લાભ લેવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : નેત્રંગ તાલુકા પંચાયતમાં ભાજપનો કબ્જો, પ્રમુખ લીલાબેન વસાવા અને ઉપપ્રમુખ વંદન વસાવાની વરણી.

ProudOfGujarat

25 જુલાઈએ નવા રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાં કેટલીક ઓફિસો આંશિક રીતે બંધ રહેશે.

ProudOfGujarat

સુરત નજીક ઓલપાડના માસમા રોડ ખાતે ગેસની બોટલ ભરીને જતી ટ્રકમાં અચાનક આગ લાગી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!