ભરૂચ નગરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગાર રમતા જુગારીયાઓ ઝડપાયા હતાં. પોલીસે રૂ. 65 હજાર કરતા વધુની રકમ જપ્ત કરી હતી, જયારે બે જુગારીયાઓની અટક કરી હતી અને બે જુગારીઓ ફરાર થઈ ગયા હતાં.
ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા મદદનીશ પો.અધિ. વિકાસ સુડા ભરૂચ વિભાગ ભરૂચ નાઓએ ભરૂચ જીલ્લામાં પ્રોહીબિશન અને જુગારની અસરકારક અને કામગીરી કરવા તથા સામાજિક બદી વિરુધ્ધ કડક પગલા ભરવા આપેલ સુચના મુજબ પો.ઇન્સ એ.બી.ચૌધરી ભરૂચ શહેર બી.ડીવી.ના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન ખાતે હાજર હતા દરમ્યાન બાતમીદાર બાતમી મળેલ કે લીમડી ચોક, ભાથીજી મહારાજના મંદિર ભરૂચ પાસે ખુલ્લામાં કેટલાક ઇસમો ગેરકાયદેસર રીતે પત્તા પાના વડે, પૈસાની હારજીતનો જુગાર રમી રમાડે છે જે બાતમી આધારે પોલીસ સ્ટાફના માણસો દ્વારા રેઇડ કરતા બે ઇસમો પકડાય ગયેલ જેઓની અંગ ઝડતીમાંથી મળી આવેલ રોકડા રૂ. ૧૦,૧૦૦ તથા દાવ ઉપરના રોકડા રૂ. ૨૫૦૦૦ મળી કુલ રોકડા રૂ ૩૫,૧૦૦ / – તથા મોબાઇલ નંગ -૧ કિ.રૂ ૫૦૦૦ / – તથા એકટીવા હોન્ડા જેની કિ.રૂ.૨૫૦૦૦ /- મળી કુલ કિ.રૂ. ૬૫,૧૦૦ /- ના મુદ્દામાલ સાથે પકડાઇ ગયેલ જેમાં સંજય ઉર્ફે ચુઇ માનસીંગભાઇ પરમાર રહે, લીમડીચોક, નવી વસાહત, ભરૂચ તથા કિશનકાન્ત માનસીંગભાઈ પરમાર રહે લીમડી ચોક, ભરૂચનો સમાવેશ થાય છે અને અન્ય બે જુગારીઓ વોન્ટેડ જાહેર કરાયા છે.