Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ભારતીય જનતા પાર્ટીનો સ્નેહ મિલન સભારંભ યોજાયો : 50 કરતા વધુ આગેવાનોએ ભાજપનો ખેસ ધારણ કર્યો.

Share

ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીનો સ્નેહ મિલન સભારંભ રાજપૂત છાત્રાલય ખાતે યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. પ્રદેશ સહપ્રભારી સુઘીર ગુપ્તાજી સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં દિપાવલી અને નૂતન વર્ષ પર્વ નિમિત્તે રાજપુત છાત્રાલય હોસ્ટેલ ગ્રાઉન્ડ, ભરૂચ ખાતે ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના હોદેદારો, મહાનુભાવો તથા કાર્યકર્તાઓ સાથે પાર્ટીનો ભવ્ય સ્નેહમિલન સમારોહ યોજવામાં આવ્યો હતો.

આ સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત પાર્ટીના તમામ હોદેદારો, મહાનુભાવો તથા કાર્યકર્તાઓને અપીલ કરવામાં આવી કે વિધાનસભાના દરેક બુથ પેજ કમિટીના સભ્ય સુધી ભારત સરકાર તથા રાજય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓની માહિતી તથા સરકારે કરેલ વિવિધ પ્રજાલક્ષી કાર્યોને છેવાડાના માનવી સુધી પહોંચાડવા સૌ સાથે મળીને સંકલ્પ કરીએ અને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્યમાં ભવ્ય વિજય થાય અને ભાજપાની સરકાર બને તે માટે કાર્ય કરવા અનુરોધ કરવામાં આવ્યો.

આ સ્નેહ મિલન સમારોહમાં ગુજરાત રાજ્યના માનનીય માર્ગ અને મકાન વિભાગ મંત્રી પૂર્ણેશભાઈ મોદી, પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા, સાંસદ મનસુખ વસાવા, ભરૂચ જિલ્લા પ્રભારી જનકભાઈ બગદાણા, ગુજરાત વિધાનસભાના નાયબ દંડક દુષ્યંતભાઈ પટેલ, ભરૂચ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા, ઘારાસભ્ય અરૂણસિંહ રણા તથા ઈશ્વરભાઈ પટેલ, માજી. પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, જીલ્લા મહામંત્રીઓ તથા પાર્ટીના તમામ મહાનુભાવો તથા હોદેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આ મિલન સભારંભ દરમિયાન વાલિયાના મહેન્દ્રસિંહ હરિસિંહ મહિડા, ધર્મેન્દ્ર સિંહ મહિડા રાજેદ્ર સિંહ મહિડા, દેવેન્દ્ર સિંહ મહિડા, જશવંતસિંહ મહિડા કિરણસિંહ મહિડા અને અન્ય આગેવાનો ભાજપમાં જોડાતા સૌને આવકાર આપવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચમાં દારૂ મળે છે, સ્ટેટ વિજિલન્સની ટીમે અમરતપુરાથી ચાલતા દેશી દારૂના નેટવર્કને ઝડપી પાડ્યું

ProudOfGujarat

ઝઘડીયાનાં તલોદરા ગામ નજીક કારમાંથી ઇંગ્લીશ દારૂ ઝડપાયો.

ProudOfGujarat

અંકલેશ્વર અને વાલિયા તાલુકાના વિસ્તારોમાંથી પસાર થતી આમલાખાડી ઉભરાય, કોયલી અને ધતૂંરીયા ગામની સીમમાં પાણી ફરી વળ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!