ભરૂચ નગરના રહેવાસીઓને પાસપોર્ટ બનાવવા માટે હવે અમદાવાદ તથા ભરૂચ નાં ધક્કા નહિ ખાવા પડે પાસપોર્ટ બનાવવાની નવી પર્ક્રીયાના ભાગરૂપે મીનીસ્ટ્રી ઓફ એક્સ્ટ્રનર્લ અફેર્સ એન્ડ ડીપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ દ્વારા ભરૂચ હેડ પોસ્ટ ઓફીસ ખાતે પાસપોર્ટ સેવા કેન્દ્ર ચાલુ કરવામાં આવી જેના લીધે રહેવાસીને અમ્દાવાર વડોદરાના ધક્કા મટશે.
ભારૂછ હેડ પોસ્ટ ઓફીસ ખાતે તારીખ ૨૮-૦૨-૧૮ નાં રોજ સવારે ૧૧ વાગ્યે આ સેવાનો પ્રારંભ થયો છે. જેનો કાર્યક્રમ ઠાકુર ઓમકારનાથ ભવન હોલ ખાતે યોજાયેલ હતો જેનું લોકાર્પણ સાંસદ મનસુખભાઈ વસાવાએ કર્યું હતું. આ પર્સંગે રાજ્યના છેફ પોસ્ટ માસ્ટર જનરલ ગૌતમ ભટ્ટાચાર્ય, અમદાવાદ રીઝનલ પાસપોર્ટ ઓફિસર નીલમ રાની ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મીનીસ્ટ્રી ઓફ એક્સ્ટ્રનર્લ અફેર્સ એન્ડ ડીપાર્ટમેન્ટ ઓફ પોસ્ટના સેવા કેન્દ્રના કાર્યક્રમાં માં ભરૂચ પોસ્ટના સુપ્રીટેન્ડન્ટ તથા ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા. એ આ કાર્યક્રમને બિરદાવ્યો હતો.
સરકારની નવી વ્યવસ્થાના ભાગરૂપે જુઉન મહીનામા ૧૪૯ પોસ્ટમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર શરૂ કરવાની જાહેરાત કરાઈ હતી જેમાં ગુજરાતમાં ૮ જેમાં ભરૂચની સેવાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.
સુપ્રીટેન્ડન્ટ ઓફ પોસ્ટે એ જણાવ્યું હતું કે લોકોની પાસપોર્ટ માટેની અરજી તથા પાસપોર્ટ ઉપલબ્ધ કરવાની પર્ક્રીયા પણ પોસ્ટ માં જ થશે. અત્યાર સુધી જે સંપૂર્ણ કામગીરી પાસપોર્ટ વિભાગ દ્વારા કરવામાં આવતી હતી જે હવે હેડ પોસ્ટ ઓફીસ ખાતે થશે જેનાથી લોકોને ઘણી રાહતનો અનુભવ થયો હતો.