Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાલિયાનાં બાંડાબેડા ગામે ઇકો ગાડી સ્કૂલ પાસે મુકવા મુદ્દે પિતા-પુત્ર ઉપર ત્રણ ઈસમોએ ચપ્પુ વડે હુમલો કરતા પિતાનું મોત.

Share

વાલિયાનાં બાંડાબેડા ગામે નિશાળ ફળિયામાં રહેતા 29 વર્ષીય કલ્પેશ ભારમલભાઇ વસાવા ડ્રાઇવિંગ કરે છે. ફળિયામાં જ રહેતા અનિલ કાલીદાસ વસાવા, રાજેશ ઉર્ફે બાબર રામસિંગભાઇ વસાવા અને નીતિન રમણભાઇ વસાવા ગત 3 નવેમ્બરે કલ્પેશના ઘરે ગયા હતા. જ્યાં તે ગઈકાલે તારા શેઠની ઇકો ગાડી સ્કૂલ પાસે કેમ મૂકી હતી કહી ઝઘડો કર્યો હતો. યુવાને ત્રણેયને અપશબ્દો બોલવાનું ના કહેતા મારામારી ઉપર ઉતરી આવ્યા હતા. જેમાં ચપ્પુના બે ઘા ઉપરાછાપરી ઝીંકી દીધા હતા. જેમાં પુત્રને છોડાવવા પિતા ભારમલ વસાવા વચ્ચે પડતા ત્રણેય આરોપીએ તેમના ઉપર પણ ચપ્પુ વડે હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધ ભારમલ વસાવાને સુરત ખાતે દાખલ કરાયા હતા જ્યાં તેમનું 7 દિવસની સારવાર બાદ મોત થતા વાલિયા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી ત્રણેય આરોપીને ઝડપી પાડવાની તજવીજ હાથધરી છે.

Advertisement

Share

Related posts

દિલ્હી જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટનું એન્જિન ફેલ, પટના એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ

ProudOfGujarat

ભરૂચના વરેડિયા નજીક આવેલા ભુખી ખાડીના પુલનાં સમારકામના પગલે બીજા દિવસે પણ ટ્રાફિક જામ યથાવત…

ProudOfGujarat

વડોદરાના પોર પાસે નેશનલ હાઇવેની પ્રોટેક્શન વોલ ધરાશાયી, 1 મકાનની દીવાલ તૂટી, 5 ઝૂંપડાંને નુકસાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!