કારતક સુદ આઠમનાં દિવસે ભરૂચ નગરનાં જે.બી.મોદી પાર્ક પાસે આવેલ પાંજરાપોળ ખાતે ગોપાષ્ટમી ઉજવણી કરવામાં આવી હતી. ગોપાષ્ટમીનાં દિવસે શ્રી કૃષ્ણ અને ગાયની પૂજા કરવામાં આવે છે. આ પવિત્ર દિવસે ભગવાન શ્રીકૃષ્ણ પ્રથમ વખત વનમાં ગાયો ચરાવવા ગયા હતા. એવી માન્યતા છે કે ગાય માતામાં તમામ દેવી દેવતાઓનો વાસ હોવાનું માનવામાં આવે છે તેથી ગાયની સુરક્ષા થાય તે માટે આ પર્વની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી. પાંજરાપોળ ખાતે તમામે ગાયની પુજા કરી લીલું ઘાસ ખવડાવી અને ગાયના દર્શન કર્યા હતા.
આ ઉજવણી પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદનાં ગિરીશ શુકલ, વિરલ દેસાઇ, અજય વ્યાસ, બિપિન ભટ્ટ તેમજ પાંજરાપોળનાં ટ્રસ્ટી મહેન્દ્ર કંસારા ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement