ભરૂચ જિલ્લામાં આશરે 90 દિવસ બાદ કોરોના પોઝિટિવ દર્દી જંબુસરના દેવલા ગામે જણાયો હતો જેથી જિલ્લાનું આરોગ્ય તત્ર હરકતમાં આવી ગયું હતું. ભરૂચ જિલ્લામાં છેલ્લા 90 દિવસો બાદ ફરી એકવાર કોરોનાએ માથું ઉચક્યું છે, જિલ્લાના જંબુસર તાલુકાના દેવલા ગામ ખાતે એક કોરોના પોઝેટીવ કેસ જણાતા હવે જિલ્લાનું આરોગ્ય તત્ર હરકતમાં આવી ગયું છે.
ભરૂચ જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ જોતા ભરૂચ જિલ્લામાં છેલ્લા આશરે ૯૦ દિવસથી કોરોના પોઝિટીવનો એક પણ કેસ આવ્યો ન હતો જેના પગલે ભરૂચ જિલ્લામાંથી કોરોના મહામારીએ વિદાય લીધી હોય તેવું જણાઈ રહ્યું હતુ અને તેથી જ સમગ્ર દેશ અને ગુજરાત રાજયમાં તેમજ ભરૂચ જિલ્લામાં અનલોકડાઉનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. જેમાં શિક્ષણ તંત્રથી માંડીને તમામ તંત્રમાં અનલોકડાઉનની પ્રક્રિયા અતિ ઝડપથી લાગુ પાડવામાં આવી હતી એટલે સુધી કે હાલમાં ભરૂચ જિલ્લામાં ધાર્મિક ઉત્સવ અને અન્ય ધાર્મિક કાર્યક્રમોમાં ૪૦૦ જેટલા વ્યકિતઓને ભેગા થવા માટે પરવાનગી આપવામાં આવી છે પરંતુ આવી અન લોકડાઉનની ઝડપી પક્રિયા વચ્ચે તાજેતરમાં જંબુસર તાલુકાના દેવલા ગામે એક કોરોના પોઝિટીવ કેસ નોંધાતા હવે આવનાર દિવસોમાં કદાચ અનલોકની પ્રક્રિયામાં બ્રેક વાગી જાય તેવી સંભાવના નકારી શકાતી નથી.
અત્રે નોંધવું રહ્યું કે દિપાવલી પર્વ અને અન્ય પર્વો વચ્ચે લોકોની અવરજવર ખુબ થઈ હતી ત્યારે બની શકે છે કે કોરોનાના ગાઈડલાઈનનું પાલન કરવામાં ન આવ્યું હોય અને તેના કારણે કોરોનાનો કેસ નોંધાયો હોય? જોકે મળતી માહિતી મુજબ પોઝિટીવ આવેલ કોરોનાના દર્દીની ટ્રાવેલ હીસ્ટ્રી હજી જાણવા મળી નથી પરંતુ આ એક લાલબત્તી સમાનનો આરોગ્યલક્ષી બનાવ છે.