ભરૂચ પંથકના સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા જિલ્લા કલેકટર દ્વારા દેશના રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં ત્રિપુરા રાજ્યમાં મુસ્લિમ સમાજ પર થયેલ અત્યાચારને વખોડી કાઢી ગુનેગારોને કડક સજા કરવા માંગ કરવામાં આવી હતી. ત્રિપુરા રાજ્યમાં મુસ્લિમો પર થયેલ હુમલા અને અત્યાચારના વિરોધમાં ભરૂચના સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર કલેકટર મારફત દેશના રાષ્ટ્રપતિને સંબોધીને પાઠવવામાં આવ્યું હતું.
બાંગ્લાદેશમાં ઘણા વિરોધી સંગઠનો દ્વારા ઉશ્કેરણી જનક ભાષણોના લીધે હુમલાઓના બનાવ બન્યા હોવાનું મનાય છે. ઇસ્લામ અને મુસ્લિમ વિરોધી રમખાણોને ઉશ્કેરતા સૂત્રોચ્ચાર કર્યા હતા, અને મસ્જિદોમાં તોડફોડ પણ કરી હતી, મુખ્યત્વે અગરતલામાં મસ્જિદ, ધરમનગર મસ્જિદ, રતનવાડી મસ્જિદ, મહારાણી ઉદેપુર મસ્જિદ અને ક્રિષ્ના નગર મસ્જિદ ઉપરાંત, એક ડઝન મસ્જિદોમાં તોડફોડ અને આગજની ઘટનાઓ તેમજ મુસ્લિમોની દુકાનો અને તેમના ઘરોમાં લૂંટફાટ અને તેમના પર જીવલેણ હિંસક હુમલા કરવામાં આવ્યા હતા.
ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી અસામાજિક તત્વોને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને અસરગ્રસ્તોને વળતર ચૂકવવામાં આવે તથા સમગ્ર ત્રિપુરા રાજ્યમાં રહેતા મુસ્લિમ સમાજના લોકોને ન્યાય અને તેમની જાનમાલ અને મિલકતની રક્ષા કરવામાં આવે તેવી માંગ સાથે દેશના રાષ્ટ્રપતિને સંબોધતા ભરૂચ કલેકટરને આવેદન પત્ર પાઠવાયું હતું. આ પ્રસંગે ભરૂચ મુસ્લિમ સમાજના અગ્રણી અબ્દુલ કામઠી, હુસેન કામઠી, પટેલ ઈમ્તિયાઝ ભાઈ, મૌલાના જાકિર હુસેન સહિતના અગ્રણીઓએ ઉપસ્થિતિ રહી આવેદનપત્ર પાઠવ્યું હતું.