Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : નર્મદા નદીના બંને કાંઠે રિવરફ્રન્ટ બાંધકામમાં વેજલપુર સ્મશાન ભૂમિનું ખોદકામ કરતાં લોકોમાં રોષ.

Share

ભરૂચનાં વેજલપુર ખાતે આવેલું જાહેર સ્મશાન ઘાટ જ્યાં સરકારી જમીનમાં હિન્દુ સમાજના લોકોનાં અંતિમ સંસ્કાર કરવામાં આવે છે, ત્યાં એ જ સ્મશાન ભૂમિ ઉપર રિવરફ્રન્ટના ભાગરૂપે કામ ચાલી રહેલું છે અને સ્મશાન ભૂમિ પર કેટલુંક ખોદકામ પણ કરવામાં આવેલું છે, જેનાથી વેજલપુર સમાજની લાગણી દુભાયેલી છે. આ બાંધકામ થયા પછી હિન્દુ સમાજના મૈયત બાળકોની અંતિમ દફનવિધિ ક્યાં થશે ? એ બાબતની ડેમ પ્રશાસન દ્વારા ભવિષ્યની કોઈ યોજના કરવામાં આવી નથી. આ બાબતે વેજલપુર સમાજના આગેવાનો દ્વારા વેજલપુર સ્મશાન ભૂમિ પર ચાલી રહેલા આ કામના સ્થળની મુલાકાત લેવામાં આવી અને જ્યાં સુધી હિન્દુ સમાજના મૈયત બાળકોની અંતિમ દફનવિધિ માટેની સ્મશાન ભૂમિના પ્રશ્નનું કાયમી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ સ્મશાન ભૂમિ પર કામ બંધ રાખવાની ડેમ પ્રશાસનને વિનંતી કરવામાં આવી અને તેમ નહીં થાય તો વેજલપુર સમાજ દ્વારા આંદોલનનો માર્ગ અપનાવવો પડશે તેવી સૂચના આપવામાં આવી હતી. પરંતુ ડેમ પ્રશાસન દ્વારા આ સમસ્યાનું સમાધાન કરવાની વેજલપુર સમાજના આગેવાનોને બાંહેધરી આપવામાં આવી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નેશનલ હાઇવે 48 ઉપર સહયોગ હોટલના કંમ્પાઉન્ડમાંથી વિદેશી દારૂ તેમજ બિયર ભરેલ આઈસર ટેમ્પો ઝડપાયો

ProudOfGujarat

લોક ડાઉન દરમિયાન રીંછવાણીનાં ડોકટર દ્વારા 100 જેટલા જરૂરતમંદ વ્યક્તિઓને રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

નડિયાદની વિધિ જાદવે દેશના શહીદ જવાનોના ૧૬૦ થી વધુ પરિવારોની મુલાકાત લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!