Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાનાં પાલેજ નજીક આવેલ કિસનાડ ગામે એક મકાનમાં વિકરાળ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો.

Share

પાલેજ નજીક આવેલ કિસનાડ ગામે પટેલ ફળિયામાં રહેતા હસમુખ પટેલના મકાનમાં ગત બુધવારની રાત્રે 8 વાગ્યાના અરસામાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગતાની સાથે જ પડોશ તેમજ આસપાસમાં રહેતા લોકોમાં ભારે અફરાતફરી મચી હતી. બનાવની જાણ થતાં જ ગામના સરપંચ કુણાલ પટેલ સહિત ગામ લોકો પટેલ ફળિયામાં દોડી આવ્યા હતા. જોતજોતામાં આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બનાવના પગલે ભરૂચ અને ઝનોર એન.ટી.પી.સી.માંથી ફાયર ફાઈટરો દોડી આવ્યા હતા, ત્યારે લગભગ એક કલાકની ભારે જહેમત બાદ આગ કાબુ લેવામાં આવ્યો હતો.આગના કારણે મકાનમાં રહેલ તમામ ઘરવખરી સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગ લાગવાની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નહીં થતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, આગ લાગવાનુ ચોક્કસ કારણ હજી સુધી જાની શકયું નથી. પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

હારુન પટેલ : ભરુચ

Advertisement

Share

Related posts

નવસારી : વાંસદાના લાછકડી ગામના આદિવાસીઓએ ઘરે બેઠા આંબાની નવીન કલમ બનાવી રોજગારી પ્રાપ્ત કરી.

ProudOfGujarat

વિદેશી દારૂ સાથે બે ઇસમોને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં ‘મતદાન જાગૃતિ’ કાર્યક્રમ અંતર્ગત દેડિયાપાડાની બેસણા ગામની પ્રાથમિક શાળામાં ચિત્રસ્પર્ધા યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!