Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચનાં શીતલ સર્કલ પાસે સત્તા બેટિંગનો જુગાર રમાડતા બે આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી.

Share

ભરૂચ નગર અને આસપાસના વિસ્તારમાં સત્તા બેટિંગનો જુગાર રમાતો હોવાની બાતમી મળતા એલ.સી.બી. પોલીસે જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના અને એલ.સી.બી. પી.આઇ જે.એન.ઝાલાનાં માર્ગદર્શન હેઠળ વોચ ગોઠવતા બે આરોપીઓ સત્તા બેટિંગનો જુગાર રમતા ઝડપાયા હતા. જેમના અંગ ઝડતી તેમજ તેમની પાસેનો મોબાઈલ અને એક્ટિવા મળી કુલ 38,000 કરતાં વધુની મત્તા પોલીસે જપ્ત કરી હતી.

આ બનાવની વધુ વિગત જોતાં એલ.સી.બી. નાં પી.એસ.આઇ બરંડાએ અને તેમના સ્ટાફે શીતલ સર્કલ પાસેથી બે આરોપીઓ સત્તા બેટિંગનો જુગાર રમાડતા ઝડપી પાડયા હતા. આ બે આરોપીઓમાં (1) શકીલ પટેલ (2) ભાયલાલ છોટુ વસાવાની અટક કરી હતી. શીતલ સર્કલ પાસેથી ઝડપાયેલા આ આરોપીઓ પાસેથી અંગ ઝડતીનાં રૂપિયા તેમજ મોબાઈલ અને એક્ટિવા મળી કુલ રૂ.38,200 ની મત્તા પોલીસે જપ્ત કરી હતી આ અંગે વધુ તપાસ પોલીસ કરી રહી હતી.

Advertisement

Share

Related posts

હાંસોટના ખરચ ગામમાં જોધલપીર મંદિરનો આગિયારમો સાલગીરી મોહત્સવ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : બે વર્ષ પછી નબીપુરમાં મસ્જિદો અને દરગાહ શ્રદ્ધાળુઓ માટે સંપૂર્ણ ખોલાતા પવિત્ર રમઝાન માસમાં શ્રદ્ધાળુઓ ખુશખુશાલ.

ProudOfGujarat

લીંબડી અમદાવાદ હાઈવે પર ભફલાના માર્ગ પર આવેલ જીનમાં મોટી આગ લાગી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!