Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : રિલિફ ટોકીઝ સામે લૂંટ કરનાર ત્રણ ઇસમોને ઝડપી પાડતી એ ડિવિઝન પોલીસ…

Share

ભરૂચ નગરનાં અત્યંત ભરચક એવા સ્ટેશન રોડ પર આવેલ રિલિફ ટોકીઝ સામે તાજેતરમાં ભર બપોરે લૂંટનો બનાવ બન્યો હતો જે અંગે એ ડિવિઝન પોલીસના ઇન્ચાર્જ પી.આઇ ડી.પી. ઉનડકટેએ બે આરોપીઓની અટક કરી લૂંટમાં ગયેલ મુદ્દામાલ જપ્ત કરેલ છે.

આ બનાવ અંગે વિગતવાર જોતાં તાજેતરમાં દિપાવલી પર્વના દિવસો દરમિયાન તા.8/11/2021 ના રોજ બપોરના બે વાગ્યાના સુમારે સ્ટેશન રોડ પરની રિલિફ ટોકીઝ સામે લૂંટનો ભોગ બનનાર પાસેથી રૂ. બે હજાર રોકડા તેમજ એમ.આઇ. કંપનીનો મોબાઈલ મળી કુલ રૂ. પાંચ હજારની મત્તાની લૂંટનો બનાવ બન્યો હતો. આ અંગે એ ડિવિઝન પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઇ ડી.પી. ઉનડકટેએ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ કામગીરી કરતાં ગણતરીના સમયમાં ત્રણ આરોપીઓ કે જેમાં (1) શૈલેષ અરવિંદ વસાવા (2) વિજય સોમાભાઇ વસાવા (3) દિવ્યેશ અનિલ વસાવા, તમામ રહે. વસંત મિલની ચાલની અટક કરી હતી. તેમજ લૂંટની બનાવમાં ગયેલ રૂ. બે હજાર રોકડા તેમજ એમ.આઇ. કંપનીનો મોબાઈલ કિં.રૂ. ત્રણ હજાર મળી કુલ રૂ. પાંચ હજારનો મુદ્દામાલ રિકવર કરી વધુ તપાસ પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

વલણ ગામે ટી.કે. આઈડિઅલ ટ્રસ્ટ અને ક્લિનિક દ્વારા 6 ઠ્ઠો હિજામા કેમ્પ (કપિંગ થેરાપી) યોજાયો

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં કૃષિ, પંચાયત અને પર્યાવરણ મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારનાં હસ્તે હાલોલ ખાતેથી પાંચ ધન્વન્તરી રથોનું લોકોર્પણ.

ProudOfGujarat

ઝઘડિયા ખાતે ખેતીની જમીનના મુદ્દે જાનથી મારી નાંખવાની ધમકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!