Proud of Gujarat
FeaturedGujaratINDIA

નબીપુર રેલવે સ્ટેશન પાસે ટ્રેનમાં કપાઈ જતા યુવકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું.

Share

તા. ૦૯ /૧૧/૨૦૨૧ ના રોજ એક અજાણ્યો 47 વર્ષના આશરાનો યુવક નબીપુર રેલવે સ્ટેશનની ઉત્તરે કી.મી.નં .339/27-29 ની વચ્ચે કોઈ પણ આપ લાઈનની ટ્રેનમાંથી મુસાફરી દરમિયાન અકસ્માત રીતે સવારના 6 કલાકના સુમારે કપાઈ જતા તેને થયેલ ગંભીર ઇજાઓને કારણે તેનું કમકમાટી ભર્યું મૃત્યુ થવા પામ્યું હતું. મરનાર ઈસમ કોઈ પણ રનિંગ ટ્રેનમાંથી અકસ્માતે પડી જતા તે કપાઈ જવા પામ્યો હોવો જોઈએ એવું પોલીસનું અનુમાન છે.

મરનારે મરૂન કલરનું શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ છે. ભરૂચ રેલવે પોલીસને ઘટનાની જાણ થતા હેડ કોન્સ્ટેબલ દિનેશકુમાર શાંતિલાલ પરમાર ઘટના સ્થળે આવી કાયદેસરની કાર્યવાહી કરી લાશનુ પોસ્ટમોર્ટમ કરાવી વાલીવારસોની શોધના ચક્રો ગતિમાન કર્યા છે. જોકે મોડેથી પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ મૃતકના વાલીવારસો મળી આવેલ છે અને મૃતક ભરૂચ જિલ્લાના સીતપોણ ગામના મહેશભાઈ ચંદુભાઈ વસાવા ઉ.વ. 41 જુના ભીલવાડાનો રહીશ હોવાનું જાણવા મળેલ છે.

Advertisement

યાકુબ પટેલ, પાલેજ


Share

Related posts

ભારે વરસાદને લીધે મૃત્યુ પામનાર ગાજરગોટાના મૃતકના વારસદારને સંસદસભ્ય મનસુખભાઇ વસાવાના હસ્તે મુખ્યમંત્રીશ્રીની રાહતનીધિમાં રૂા. ૪ લાખનો ચેક એનાયત

ProudOfGujarat

પંચમહાલ જિલ્લા સહિત ગોધરામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી: ઠેરઠેર પાણી ભરાયા

ProudOfGujarat

મોંઘવારીની અસર : તાડફળીના ભાવમાં ધરખમ વધારો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!